Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઓરેન્જ ઝોન રાજકોટમાં જનજીવન ધબકયું!: પોલીસ-પ્રશાસન અવઢવમાં

રાજકોટઃ આજે લોકડાઉનના ચાલીસ દિવસ વીતી ચુકયા છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧૭મી સુધી લોકડાઉન-૦૩નો અમલ કરવા આદેશ અપાયા છે. રાજકોટ રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં તબદિલ થયું છે. પરંતુ ગઇકાલે જ પોલીસ તંત્ર અને કલેકટોરેટ દ્વારા રાજ્ય સરકારની સુચનાથી રાજકોટમાં રેડ ઝોન જેવા જ કડક નિયમોનો અમલી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉપરોકત તસ્વીર આજે બપોરે બાર વાગ્યે જુના-નવા રાજકોટને જોડતા મહિલો કોલેજ અન્ડર બ્રિજની છે. તસ્વીરમાં દેખાય છે કે લોકડાઉન પિરિયડ-૦૩માં રાજકોટ ધમધમતું થઇ ગયું છે. પોલીસ અને તંત્રવાહકો પણ અવઢવમાં છે કે શું કરવું શું ન કરવું? નિયમોનું પાલન કરાવવા કડક હાથે કામ લેવું કે વાસ્તવીક સ્થિતિ સ્વીકારી લોકોને કામકાજ માટે અવકાશ આપવો? (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:10 pm IST)