Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

માઠા સમાચાર : હવે રાજકોટથી મુંબઇ-દિલ્હીની ફલાઇટ ૩૦ જૂન સુધી નહી ઉડાવવા નિર્ણય

રાજકોટ,તા.૪ : કોરોના વાયરસ સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન ૩.૦ અમલી બનાવેલ છે. હવાઇ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે એરલાઇન્સ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ પર ૩૦મી જુન સુધી ફલાઇટ ઓપરેટ થશે નહીં.

હાલ રાજકોટ એરપોર્ટ પરથી એરઇન્ડિયા અને સ્પાઇસ જેટ દ્વારા મુંબઇ અને દિલ્હીની ફલાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે પણ હાલની કોરોનાની મહામારીને કારણે એરઇન્ડ્યિા દ્વારા ૩૦મી જૂન સુધી ફલાઇટ ઓપરેશનને બ્રેક મારવામાં આવી છે. ૩.૦ લોકડાઉન તા. ૧૭મી મેના પુરૂ થાય છે ત્યારબાદ કોરોનાની શું સ્થિતી છે તેના પર હાલ ફલાઇટ ઓપરેશનનો મદાર રહેલો છે, જો સ્થિતી સારી હશેતો કદાચ ૩૦મી જુન પહેલા પણ ફલાઇટ સર્વિસ ચાલુ થઇ શકે છે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

 

(11:48 am IST)