Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટમાં ૩ દિ'ના વિરામ બાદ કોરોના ધૂણ્યોઃ વધુ ત્રણ રિપોર્ટ પોઝીટીવ

જંગલેશ્વર વિસ્તારનાં અને કોરોન્ટાઇન થયેલ એક પરિવારના સભ્યોને કોરોના વળગ્યો

રાજકોટ,તા.૪:શહેરમાં ત્રણ દિવસ ના વિરામ બાદ ગઇ કાલે ફરી જંગલેશ્વર વિસ્તારનાં વધુ ૩ કેસ પોઝિટિવઙ્ગ આવતા શહેર અને જીલ્લાનો કુલ આંકડો ૬૨એ પહોંચ્યા છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગનાં સતાવાર સુત્રોમાં જણાવ્યા મુજબ ગઇ કાલે  સમરસ હોસ્ટેલમાં કવોરેન્ટાઇન કરેલ ૧૧ વ્યકિતના સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ પોઝીટીવ કેસ ફીનાઝબેન કુરેશીના કોન્ટેક હતા જેનો રીપોર્ટ આવતા ૧૧ માંથી ૩ કોરોના પોઝિટિવઙ્ગ આવેલ છે. જેમાં ઇકબાલ ગીગા હાલાણી, ૪૨/પુરૂષ, અંકુર સોસાયટી, (૨) યાસ્મીન ઇકબાલ હાલાણી, ૩૮/સ્ત્રી,અંકુર સોસાયટી, (૩) શાહિદ ઈકબાલ હાલાણી, ૧૬/પુરૂષ,અંકુર સોસાયટીનો સમાવેશ થાય છે. ઉપરોકત ૩ઙ્ગ સહિત રાજકોટ શહેર અને જીલ્લાના કુલ ૬૨ પોઝીટીવ કેસ થયેલ છે. જ્યારે શહેરમાં કોરોનાથી એક મૃત્યુ થયું છે. શહેર અને જીલ્લામાં કોરોના પોઝીટીવ કુલ ૧૯ દર્દીઓ સાજા થયા છે.

(11:54 am IST)