Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

રૂષભદેવ સ્થા.જૈન સંઘનામ ઉપક્રમે

સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વાર જૈન ટીચર્સ હેલ્પ લાઈન શરૂ

રાજકોટ,તા.૪: શ્રી ઋષભદેવ સ્થાપકવાસી જૈન સંઘનાં ઉપક્રમે જૈન શિક્ષક- જાગૃતિ કેમ્પ તેમજ સંમેલન રવિવારનાં યોજાયેલ હતું.

 

જેમાં સમગ્ર રાજકોટનાં ૮૦ જેટલા જૈન શિક્ષક ભાઈઓ- બહેનોએ લાભ લીધેલ હતો. આ સંમેલનમાં શિક્ષકો દ્વારા શિક્ષણમાં જાગૃતિ લાવવા માટેનાં પાયાનાં પરિબળોની ચર્ચા થઈ હતી. જેમાં આધ્યાત્મીકતા, સંસ્કાર સિંચન, વિષય પ્રત્યેનો પાસાઓ તેમજ અભ્યાસ અંગે જરૂરી માર્ગદર્શન ચિંતનભાઈ દોશીએ આપ્યું હતું. શિક્ષક કઈ રીતે વધારે સારૃં શિક્ષણ કાર્ય કરી શકે એ બાબતે પણ તેમણે તાલીમ આપી હતી. મોદી સ્કૂલનાં સંચાલક રશ્મિકાંતભાઈ મોદી, તપસ્વી સ્કૂલનાં સંચાલક અમિષભાઈ દેસાઈએ શિક્ષકોને માર્ગદર્શન તેમજ પ્રેરણા આપી હતી.

સંમેલન દરમ્યાન, ભારતની સૌ પ્રથમ ''જૈન ટીચર્સ હેલ્પ લાઈન''ને રાજકોટના આંગણે ખૂલ્લી મૂકવામાં આવી હતી. આ હેલ્પલાઈનમાં શિક્ષકોને પોતાના માટે વ્યવસાયિક માર્ગદર્શન, તેમનાં બાળકો માટે મુંઝવતા શૈક્ષણિક પ્રશ્નો, આર્થિક- સામાજીક પ્રશ્નો તેમજ વડિલોને યોગ્ય ધર્મ આરાધનાં કરાવતી ઘણી બાબતોનો સમાવેશ કરેલ છે. આ હેલ્પલાઈન સેન્ટર માટે મો.૮૫૩૦૩ ૩૧૦૯૭ ઉપર સંપર્ક કરવો.

આ ઉપરાંત શ્રી ઋષભાનન ગુરૂકુળ તથા આધુનિક સુવિધાયુકત વડિલોને રહેવા માટે સમતાભવન વિશે જાણ કરવામાં હતી. મોદી સ્કૂલના પ્રિન્સીપાલ વિમલભાઈ કગથરા તથા શ્રી ઋષભદેવ સ્થા.જૈન સંઘના તથા યુવક મંડળના શૈલેષભાઈ દોશીએ આયોજનની તથા તેમા વધુમાં વધુ ભાગ લેવા માટે પ્રેરણા કરેલ હતી. ભાવિનભાઈ દોશીએ 'ઈન્ટરવલ' તથા 'યુ- ટર્ન' જેવી ધાર્મિક પુસ્તકો વિશે પ્રેરણા કરી હતી.

આ કાર્યક્રમમાં બા.બ્ર.પૂ.ગુરૂદેવશ્રી રાજેશમુનિ મહારાજસાહેબે કર્મનામ સિધ્ધાંત, સાધર્મિક પ્રત્યેનો ભકિતભાવ તથા શિક્ષકની મહત્વતા સમજાવીને બધા પર અનંતી કૃપા કરી અને ત્યાર બાદ માંગલિક ફરમાવેલ હતું.(૩૦.૧૧)

(3:45 pm IST)