Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

ચેક રિટર્નના કેસમાં પિતા-પુત્રનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૪: ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપી પિતા-પુત્રને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે શુભમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દરજજે ભાવનાબેન કલ્પેશભાઇ જોષીએ તે રાજકોટના કે તેઓ ફાયનાન્સનું લાયસન્સ ધરાવે છે તેઓએ જીજ્ઞેશ વિશ્નુભાઇ દુધરેજીયા વિરૂધ્ધ ચેક રીટર્નનો રૂ. ૩૦,૦૦૦/-નો કેસ કરેલ હતો. તેમજ તેના પિતાશ્રી વિશ્નુભાઇ મૃંગતરામ દુધરેજીયા વિરૂધ્ધ ચેક રીટર્નનો રૂ. ૩૦,૦૦૦/- નો કેસ કરેલ હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ કાયદેસરનું લેણું કે જવાબદારી સાબીત ન કરી શકતા તેમજ આ કામે ફરીયાદી પક્ષની નોટીસ નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ (બી) મુજબની ન હોય જેથી આ કામના ત્હોમતદાર જીજ્ઞેશ વિશ્નુભાઇ દુધરેજીયા અને વિશ્નુભાઇ મૃંગતરામ દુધરેજીયાને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કામમાં ત્હોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ એસ. ખોરજીયા, રવિરાજ એ. પરમાર, દિપક ડી. બથવાર, સંજય એચ. રાઠોડ રોકાયેલ હતા.

(3:44 pm IST)