Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

રાજકોટ ઓખા વચ્ચે ઈલેકટ્રીફીકેશનની કામગીરીના કારણે ૪ કલાકનો એન્જીનિયરીંગ બ્લોક : કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર તો કેટલીક આંશિક રદ્દ

રાજકોટ, તા. ૪ : પશ્ચિમ રેલ્વે રાજકોટ મંડળમાં રાજકોટ - ઓખા સેકશનમાં ઈલેકટ્રીફીકેશન કાર્ય ચાલુ થવાથી ૫ મેના ૪ કલાક સુધી બંધ રહેશે. આ ઈલેકટ્રીફીકેશન કાર્ય ચાલુ થવાથી અમુક ગાડીઓ નિમ્નાનુસાર પ્રભાવિત રહેશે.

આંશિક રૂપથી રદ્દ ટ્રેનો (૧) તા.૫ના વિરમગામથી ઉપડતી ટ્રેન નં. ૫૯૫૦૩ વિરમગામ - ઓખા લોકલ વીરમગામથી રાજકોટ સુધી જશે તથા રાજકોટ - ઓખા વચ્ચેની ટ્રેન રદ્દ કરાઈ છે.

(૨) તા.૬ના ઓખાથી ઉપડતી ટ્રેન નં.૫૯૫૦૪ ઓખા - વિરમગામ ઓખાની જગ્યાએથી રાજકોટથી ઉપડી વિરમગામ સુધી જશે તથા ઓખા - રાજકોટ વચ્ચેની ટ્રેન રદ્દ કરાઈ છે.

નિયત સમયમાં ફેરફાર કરેલી ટ્રેનો : (૧) તા.૫ના ગાડી નં. ૨૨૯૨૪ જામનગર - બાંદ્રા હમસફર એકસપ્રેસ પોતાના નિર્ધારીત સમય ૮ વાગ્યાની જગ્યાએ દોઢ કલાક મોડી એટલે કે ૯:૩૦ વાગ્યે જામનગરથી રવાના થશે.

(૨) તા.૫ના રવિવારે ગાડી નં. ૫૯૨૦૮ ઓખા - ભાવનગર લોકલ પોતાના નિર્ધારીત સમય ૨:૪૫ની જગ્યાએ ૪:૪૫ વાગ્યે ઓખાથી રવાના થશે.

(3:37 pm IST)