Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

કર્મના ચક્રમાંથી બહાર નીકળવા ફાઈલ કલોઝ કરવી જરૂરી છે : ડો.જયલક્ષ્મી જાડેજા

જીવનમાં એકબીજાને મળવાનું અને છૂટા પડવાનું કર્મબંધન - ઋણાનુબંધનથી થાય છે, આ....

જયલક્ષ્મીબા મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા આયોજીત ઋણ સ્વીકાર - ભજન સંધ્યાના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો નજરે પડે છે.

રાજકોટ : તાજેતરમાં હનુમાન જયંતિના દિવસે સ્વ.હરવિજયસિંહ પ્રવિણસિંહ વાઢેર (કાકાભાઈસીંગ) અને શ્રી મહેન્દ્રસિંહ દનુભા જાડેજા (કાંગશીયાળી)ના પરીવાર દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન ભજન સંધ્યા સ્વરૂપે કરવામાં આવ્યુ. બંને પરીવારને જીવનના અનેક વિષમ દુઃખદ અને સુખદ સંજોગોમાં અસંખ્ય લોકોની હૂંફ, લાગણી, સ્નેહ, સહકાર અને હિંમત સાંપડ્યા છે. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના ખ્યાતનામ વ્યકિતઓ, પરીવારના વડીલો, કુટુંબીજનો સ્નેહી મિત્રો, સહકર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ રાજકુટુંબમાંથી નામદાર ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી, અ.સૌ. મહારાણીસાહેબ શ્રી કાદમ્બરીદેવી, શ્રીમાન યુવરાજ શ્રી જયદીપસિંહજી તેમજ અ.સૌ. યુવરાણીસાહેબ શ્રી શિવાત્મીકાદેવીએ ખાસ સમય ફાળવી પરીવારના મોભી તરીકે પોતાની ફરજ સમજી ઉપસ્થિત રહ્યા હતા.  આ સાથે શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે.કે. ખખ્ખર, સેક્રેટરી શ્રી વીણાબેન પાંધી તથા માતુશ્રી વીરબાઈમા મહિલા સાયન્સ અને હોમસાયન્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી કે. જી. ગણાત્રા, શ્રી પી.એમ. દવે તેમજ અધ્યાપકશ્રીઓ અને વહીવટી કર્મચારીગણ ઉપસ્થિત રહેલા.

આ સાથે કુટુંબીજનો માંહેના જાડેજા પુરણસિંહ, જાડેજા ભરતસિંહ, જાડેજા વિક્રમસિંહજી રવુભા, જયદેવસિંહ દશરથસિંહ સહપરીવાર હાજર રહેલા. અન્ય સ્નેહીશ્રીઓ અમરસિંહજી ઋતુરાજસિંહજી, નાનામવાથી કાકા અને દાદાશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલા. આ ઉપરાંત સાજળયાળીના જયવંતસિંહ જાડેજા, પરબતસિંહ જાડેજા, નસુભા જાડેજા, રામદેવસિંહ ઝાલા (એડવોકેટ), દિગ્વિજયસિંહ ગોહિલ (રામણકા), વિક્રમસિંહ ઝાલા (કંથારીયા) ઉપસ્થિત રહ્યા હતા.

અમારા કુટુંબ પર સતત રાજી રહ્યા કરે એવા અત્યંત ઋજુ એવા શ્રી કિરીટભાઈ ગણાત્રા (અકિલા) આ કાર્યક્રમમાં પારિવારીક નાતે ઉપસ્થિત રહેલા તેનું અમને ગૌરવ છે. અન્ય ગૌરવપદ મહાનુભાવોમાં માજી મેયર મંજુલાબેન પટેલ, મોરબીથી પધારેલા રમેશભાઈ (CRUSO GRANITO), શ્રી જીવરાજભાઈ (વિકટર કવાટર્સ), શ્રી નાનજીભાઈ (ફીનીકસ પ્રોજેકટ) તેમજ શ્રી શૈલેષભાઈ માકડીયા અને શ્રીમતી શ્રેયા માકડીયા (રાધે રીન્યુએબલ્સ) તેમજ શ્રી તખુભા રાઠોડ ખાસ હાજર રહેલા હતા. પાંચ દાયકાથી પણ વધુ જેઓ મિત્રતાની મિશાલ ગણાય તેવા ઓરપેટ ફેન્સના વિક્રેતા શ્રી બી.ટી.મોરડીયા પણ ઉપસ્થિત રહેલા.

માતુશ્રી વિરબાઈમા મહિલા આટ્ર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ શ્રી ડો.જયલક્ષ્મી જાડેજા (મહેન્દ્રસિંહ જાડેજાના પુત્રી અને સ્વ.હરવિજયસિંહ વાઢેરના પત્નિ) એ તમામ મહાનુભાવો અને મહેમાનનો આભાર વ્યકત કર્યો હતો. શ્રી નિલેશભાઈ વસાવડા અને વૃંદે ભજનો દ્વારા ભકિતમય માહોલ સજર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભાઈ શ્રી ઘનશ્યામસિંહ, રાજદીપસિંહ (બનાભાઈ), હરીરાજસિંહ, મેઘરાજસિંહ, ભત્રીજા શ્રી તીર્થરાજસિંહ, હર્ષદેવ, ઓમદેવ તેમજ પુત્ર અર્જુનસિંહ અને વિશ્વજીતસિંહે આતિથ્ય સત્કાર કર્યો હતો.

આ ઋણ સ્વીકાર પ્રસંગે શ્રીમતી જયલક્ષ્મીબા જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવેલ કે મારા પતિ શ્રી સ્વ.હરવિજયસિંહજીની માંદગીના સમયે અમારે ૨૦૧૭માં રેકી શીખવાનું બન્યુ. એમ જ કહો કે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું. રેકીમાં અમને એવું સમજાવવામાં આવે છે કે જીવનમાં એકબીજાને મળવાનું અને છુટા પડવાનું કર્મબંધન - ઋણાનુબંધનથી થાય છે અને આ કર્મના ચક્રમાંથી બહાર નીકળવા માટે 'ફાઈલ કલોઝ' કરવી જરૂરી હોય છે. એટલે કે મન, વચન અને કર્મથી કોઈપણ વ્યકિતની લાગણીને જાણતા કે અજાણતા દુઃભાવી હોય તો કર્મ બંધાય છે. માટે હું આ તકે મારા અને મારા પતિ શ્રી સ્વ.હરવિજયસિંહજી વાઢેર વતી આપ સૌને જાણ્યે - અજાણ્યે દુઃભાવવાનું થયુ હોય તો ક્ષમા પ્રાર્થુ છુ. રેકીમાં એમ પણ માનવામાં આવે છે કે હિલીંગને ચિત્તશુદ્ધિ સાથે સીધો સંબંધ છે. ક્ષમા અને આભાર દ્વારા ચિત્તશુદ્ધિ શકય છે. માટે આપ સૌનો ખૂબ આભાર કે આપે મને આ અવસર આપ્યો.

આથી સર્વ પ્રથમ અમારા ગુરૂ શ્રી અજીતસર (સ્વામી સમર્થ સેવા પ્રતિષ્ઠાન દેવરૂખ) માઈ, અશ્વિનીદીદી, રેકી માસ્ટર કૃપા દીદી, સીમાબેન તેમજ તમામ રેકી સાધકો કે જેઓએ હરવિજયસિંહને સતત રેકી આપેલ અને અમને આ કસોટીના સમયમાંથી પસાર થવાની હિંમત આપેલ.

હરવિજયસિંહના માંદગીના સમયમાં અનેક હોસ્પિટલમાં જવાનું થયું. રાજકોટની વોકહાર્ટ, સીનર્જી, ક્રાઈસ્ટ તેમજ અમદાવાદની સિવિલ અને શેલ્બી હોસ્પિટલના ડોકટર્સ અને તમામ સ્ટાફ કે જેઓએ હરવિજયસિંહને ટ્રીટમેન્ટ આપેલ એ સૌનો આભાર. ડો.નિલમબા ઝાલા ચાવડા, કલીવલેન્ડ કલીનીક ઓહાયો તેમજ ડો.આનંદ ખખ્ખર - મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ડો.દેવાંગ ટાંકનો આ તકે વિશેષ આભાર વ્યકત કરૂ છું.

આ કપરા સમયમાં મને અને મારા બાળકોને સાચવવા બદલ તમામ પરીવારજનોનો આભાર. મારા મમ્મીજી કે જેઓ સતત સાથે રહી ધ્યાન આપતા તેઓનો આદર સહ આભાર. મારા દિયર જયપાલસિંહ વાઢેર અને નણંદ જયશ્રીબા ચુડાસમાનો આભાર માનુ તેટલો ઓછો ગણાય. તેઓ બને પોતાના લીવર અને કિડની ડોનેટ કરવા તૈયાર થયા હતા. સાથે તેમના જીવનસાથીનો પણ ખૂબ ખૂબ આભાર. મારા કાકાજી જયેન્દ્રસિંહ તેમજ પ્રદીપભાઈનો ખૂબ આભાર.

આ સમય દરમિયાન મને મારી નોકરીમાં ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે વિશેષ ફરજ સોંપવામાં આવી. મારી કાર્યક્ષમતા પર ભરોસો કરવા બદલ અને માર્ગદર્શન આપવા બદલ શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓનો આભાર. મારા સાથી કર્મચારીઓના સહકાર વગર સ્વસ્થતાથી મારી ફરજ નિભાવવાનું અશકય હતું. મારા તમામ કર્મચારીગણનો આભાર. જેના સ્નેહ અને સહકાર વગર આજે હું અસ્તિત્વ ધરાવતી ન હોત એવા નામ એટલે બે મિત્રો અને તેઓનો પરિવાર આભને પણ ટેકો કરેવા એવા ડો.અન્નપૂર્ણા શાહ, પૂર્વ પ્રિન્સીપાલ માતુશ્રી વીરબાઈમા મહિલા આટ્ર્સ કોલેજ રાજકોટ તેમના પતિ શ્રી નીતિનભાઈ પારેખ, ડો.અશોક ચંદ્રવાડીયા, વાઈસ પ્રિન્સીપાલ કામાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આટ્ર્સ કોલેજ અમરેલી અને તેમના પત્નિ શ્રીમતી સરોજ ચંદ્રાવડીયાનો ખૂબ ખૂબ આભાર. ભાવનાબેન, જયોત્સનાબેન, હર્ષાબેનનો પણ આભાર.

મને જણાવતા ગૌરવ થાય તેવા મારા બે પુત્રો અર્જુનસિંહ અને વિશ્વજીતસિંહનો પણ આભાર પોતાના અભ્યાસની પરવા કર્યા વગર સળંગ એક મહિના ઉપરાંત શેલ્બી હોસ્પિટલમાં પિતાની રાત - દિવસ સેવા કરનાર શ્રી અર્જુનસિંહનો આભાર. એ જ સમય દરમિયાન રાજકોટમાં એકલા રહી અભ્યાસમાં ધ્યાન આપનાર મારા નાના પુત્ર શ્રી વિશ્વજીતસિંહનો પણ આભાર.

મને રાજકોટમાં ૨૪*૭ સેવા આપનાર મારા ભત્રીજા શ્રી તીર્થરાજસિંહનો આભાર. આવી જ રીતે અમદાવાદમાં ૨૪*૭ સેવા આપનાર બહેન નેહાબા ઝાલાનો અને આશ્રયનો ખૂબ ખૂબ આભાર.

મારા પિતાશ્રી હંમેશા કહેતા આવ્યા છે કે વ્યકિતનું ભાગ્ય ત્રણ બાબતો પર આધારીત હોય છે. તેના માતા-પિતા ગુરૂજનો અને મિત્રો આ ત્રણેય બાબતમાં હું સદ્દભાગી છું તેના માટે હું ઈશ્વરની આભારી છું.

આંગળી ચિંધ્યાનું પૂણ્ય જેને મળે છે તેવી મારી મિત્ર નિતા ચોકસીનો પણ આભાર. આર્થિકથી લઈ રડવા અને રેકી સુધી જેઓએ મને સાથ આપ્યો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર માનુ છું તેમ શ્રીમતી જયલક્ષ્મીબા જાડેજા (મો.૯૫૮૬૩ ૯૦૫૧૬ / jaylaxmi_@yahoo.co.in)એ પોતાના હૃદયસ્પર્શી ઉદ્દબોધનમાં જણાવ્યુ હતું.

(3:19 pm IST)