Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મોરબી રોડ પર મકાનના ભાગ બાબતે સતિષ હેરમા અને ફઇના દિકરા વિરજી પર હુમલો

સામા પક્ષે પ્રવિણાબેન ડોડીયાને ઇજાઃ છરી-લાકડીથી ધમાલ

રાજકોટ તા. ૪: મોરબી રોડ જકાત નાકા પાસે રાત્રીના મકાનના ભાગ બાબતે રજપૂત પરિવારના લોકો વચ્ચે મારામારી થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

સદ્દગુરૂ રણછોડનગર-૨/૪ના ખુણે રહેતાં અને એલએલબીનો અભ્યાસ કરતાં સતિષ વનરાજભાઇ હેરમા (ઉ.૨૭) નામના રજપૂત યુવાન તથા તેના ફઇના દિકરા આ ઉપરાંત વિરજી દેસળભાઇ ડોડીયા (ઉ.૨૫)ને રાત્રીના દસેક વાગ્યે પરષોત્તમભાઇ ડોડીયા, તેના પુત્ર,  પરષોત્તમભાઇનો સાળો સહિતે ઢીકા-પાટુનો માર માર્યા બાદ પરષોત્તમભાઇએ સતિષને માથામાં છરીના ત્રણ ઘા ઝીંકી દેતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે પ્રવિણાબેન પરષોત્તમભાઇ ડોડીયા (ઉ.૫૦-રહે. મોરબી રોડ વૃજભુમિ એપાર્ટમેન્ટ) પણ પોતાને વિરજીએ લાકડી ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ સાથે દાખલ થયા હતાં.

સતિષે ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ફઇના દિકરા વિરજીને તેના કાકા પરષોત્તમભાઇ મકાનના ભાગ બાબતે મારકુટ કરતાં હોઇ પોતે તેને છોડાવવા જતાં પોતાને ગાળો દઇ માર મારી માથામાં છરીના ઘા ઝીંકાયા હતાં. બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)