Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

પોકેટકોપ એપથી વાહન ચોરીનો ભેદ ઉકેલતી થોરાળા પોલીસ

કુબલીયાપરાના જીતેશ ઉર્ફ જીતુ રાઠોડને પકડ્યો

રાજકોટઃ થોરાળા પોલીસે કુબલીયાપરાના જીતેશ ઉર્ફ જીતુ વલ્લભભાઇ રાઠોડ (ઉ.૨૮) નામના દેવીપૂજક શખ્સને ચોરાઉ બાઇક નં. જીજે૩એચએમ-૬૧૯૦ સાથે પકડી લીધો છે. પીઆઇ બી. ટી. વાઢીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મુકેશભાઇ, ભુપતભાઇ, કોન્સ. નરસંગભાઇ, વિજય મેતા, કનુભાઇ, રોહિતભાઇ, આશિષભાઇ, સહદેવસિંહ સહિતે આ કામગીરી કરી હતી. પોકેટકોપ એપના ઉપયોગથી આ ગુનો ડિટેકટ થયો હતો.

(3:50 pm IST)