Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

પુજીત રૂપાણી ટ્રસ્ટના ભવન 'કિલ્લોલ' ખાતે યોજાયો નિઃશુલ્ક શ્રવણ યંત્ર વિતરણ અને નેત્રમણી આરોપણ કેમ્પ

રાજકોટ : માનવ સેવાના ઉમદા હેતુથી કાર્યરત પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ભવન 'કિલ્લોલ' ૧-મયુરનગર, ભાવનગર રોડ ખાતે તાજેતરમાં રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉન, અર્પણ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદના સંયુકત ઉપક્રમે જરૂરતમંદ લાભાર્થીઓ માટે નિઃશુલક 'શ્રવણ યંત્ર' વિતરણ અને નેત્રમણી આરોપણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કાન-નાક-ગળાના નિષ્ણાંત ડોકટર્સ ડો. સુનિલભાઇ મોદી, વંદનાબેન જતિનભાઇ મોદી, ડો. દર્શનભાઇ ભટ્ટ, ડો. જગમાલભાઇ ઘુસર તેમજ આંખના સર્જન ડો. અનિમેષભાઇ ધ્રુવ વગેરેએ સેવા આપી હતીછી. આંખના દર્દોનું નિદાન કરી મોતીયો, ઝામર, વેલના ઓપરેશન તેમજ નેત્રમણી આરોપણની વ્યવસ્થા તદન નિઃશુલ્ક કરવામાં આવી હતી. ઓછુ સાંભળતા દર્દીઓને તપાસી જરૂરીયાત મુજબ શ્રવણ યંત્ર પણ નિઃશુલ્ક આપવામાં આવેલ. કેમ્પના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી તથા મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ડોકટરોની ટીમ તેમજ મુખ્ય દાતા દંપતિ ડો. રજનીભાઇ મહેતા, પ્રિતિબેન મહેતા, ભારત વિકાસ પરિષદના પ્રફુલભાઇ ગોસ્વામી, ટ્રસ્ટની તબીબી કમિટિના અગ્રેસર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજાની, દિવ્યેશભાઇ અઘેરા, રોટરી કલબના પ્રમુખ અશોકભાઇ ભટ્ટ, અશ્વિનભાઇ કામદાર, ડો. મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર રજુ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડાયસ ઉપરના મહાનુભાવોનું ટ્રસ્ટના ડો. નયનભાઇ શાહ, ભાવેનભાઇ ભટ્ટ, દિવ્યેશભાઇ પટેલ, જાન્હવીબેન લાખાણી, નિરદભાઇ ભટ્ટ વગેરેએ બુકેથી સ્વાગત કરેલ. કેમ્પના મુખય દાતા ડો. રજનીભાઇ મહેતા, પ્રિતિબેન મહેતાને ટ્રસ્ટના શ્રીમતી અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્યના હસ્તે મોમેન્ટો અપાયેલ. તાજેતરમાં નેધરલેન્ડની સંસ્થા ડી.વાય.સી.એસ. તરફથી બાયસીકલ મેયર તરીકેનો એવોર્ડ મેળવનાર દિવ્યેશભાઇ પટેલને મેયર શ્રીમતી બીનાબેન આચાર્યના હસ્તે શાલ ઓઢાડી બહુમાન કરાયુ હતુ. કેમ્પના ઉદ્દઘાટન સમારોહનું સંચાલન અને આભારવિધિ હસુભાઇ ગણાત્રાએ કરેલ. કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ રોટરી કલબના જીજ્ઞેશભાઇ અખુતિયા, પરાગભાઇ મહેતા, શૈલેષભાઇ દેસાઇ, અનીલભાઇ અવલાણી, દિનેશભાઇ જીવરાજાની ઉપસ્થિત રહેલ. કેમ્પમાં ૧૭૦ કાનના દર્દીઓમાંથી ૧૨૦ જેટલા દર્દીઓને શ્રવણયંત્ર અપાયા હતા. આંખના ૧૨૫ દર્દીઓમાંથી ૨૧ જેટલા જરૂરીયાતમંદ દર્દીઓને આંખના મોતિયા, ઝામર, વેલનાં ઓપરેશન નિઃશુલ્ક કરી અપાયા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમિનેષભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ કાર્યકરો સી. કે. બારોટ, રાબિયાબેન સરવૈયા, કેતનભાઇ મેસવાણી, છગનભાઇ છગનભાઇ ચૌહાણ, હરેશભાઇ ચાંચિયા, ઉમેશભાઇ કુંડલીયા, કર્મચારીગણ નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર, પ્રિતિબેન મહેતા, શિતલબા ઝાલા, ધાનીબેન મકવાણા, નેહાબેન સોલંકી, વર્ષાબેન મકવાણા, શિલ્પાબેન કુમારખાણીયા, દિપકભાઇ જોશી, જીજ્ઞેશભાઇ રત્નોતર, પૂજાબેન ભટ્ટી, નિરાલીબેન રાઠોડ, કુલદીપભાઇ મુંજપરા, જયપાલભાઇ સોલંકી, અજયભાઇ વાળા, સાગરભાઇ પટીલ, અજયભાઇ સોલંકી, હીમાંશુભાઇ મહેતા, અનુપમભાઇ રાવલ, પ્રવિણભાઇ ખોખર, કાંતિભાઇ નિરંજની, દેવજીભાઇ પરમાર, ડો. એઝાઝભાઇ સોલંકી, ડો. હાર્દીકાબેન નંદાણી, ડો. નિરાલી ઠુમ્મર, ડો. કૃપાલી ગાઇન, ડો. રીનલ શુકલા, ડો. ખ્યાતી રામાણી, કિશનભાઇ થોરીયા, હમીરભાઇ ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ સંસ્થાના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ (ફોન ૦૨૮૧- ૨૭૦૪૫૪૫) ની યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)