Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

એસસી- એસટી- ઓબીસીના વિદ્યાર્થીઓને રાજકોટ જીલ્લામાં બે વર્ષથી સ્કોલરશીપ મળતી નથી !!

કલેકટર પાસે દોડી આવતા વિદ્યાર્થીઓઃ રાજકોટ કચેરી વિરૂદ્ધ રજૂઆતો....

રાજકોટ તા. ૪ : એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ પરમાર મુકેશભાઇ તથા અન્યોએ કલેકટરને આવેદન પાઠવી સ્કોલરશીપ રદ્દ થવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં જણાવેલ કે ભારત સરકારના સ્કોલરશીપના નિયમ પ્રમાણે એસ.સી.એસ.ટી. અને ઓ.બી.સી.સમાજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. પરંતુ રાજકોટ જીલ્લામાં છેલ્લા બે વર્ષના રેકોર્ડના આધારે સમાજ કલ્યાણ વિભાગ બહુમાળી ભવન, રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ આપવા નિત નવા નિયમો રજુ કરી સ્કોલરશીપ રદ કરવામાં આવે છે.ે

ગત નાણાકીય વર્ષ(શૈક્ષણિક વર્ષ) માં એશિયાટીક કોલેજના ૩૮ર વિદ્યાર્થીઓ સ્કોલરશીપ વિહોણા હતા આ ૩૮ર પૈકી ૮ર વિદ્યાર્થીઓને તો ર૦૧૬ થી સ્કોલરશીપ મળેલ હતી નહિ. તેમજ સમાજ કલ્યાણ વિભાગ તરફથી ફીશીપ કાર્ડ પણ આપવામાં આવેલ હતા. નહિ. જે તે સમયે દલિત સમાજ અને વિદ્યાર્થીઓની ઝુબેશ ચલાવતા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સ્કોલરશીપ આપવામાં આવેલ હતી. પરંતુ હાલ ચાલુ શૈક્ષણીક વર્ષ ર૦૧૮-૧૯ માં પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને આપેલ ફીશીપ કાર્ડ રદ કરવામાં આવેલ છે.

વર્ષના અંતે આપેલ ફીશીપ કાર્ડ તથા સ્કોલરશીપ રદ થતા શાળા-કોલેજ તરફથી પણ ફી ભરપાઇ કરીને જ પરીક્ષા આપવાનો આદેશ આપવામાં આવેલ છે આ માટે સમાજ કલ્યાણ વિભાગમાં રજુઆત કરતા કારણ જાણવા મળે છે કે એક પ્રોફેશનલ કોર્ષ કરેલ હોય અને બીજો પ્રોફેશનલ કોર્ષ કરવામાં આવે તો સ્કોલરશીપ કે ફીશીપ કાર્ડ આપવામાં આવશે નહિ પરંતુ અમારી સાથે તેમજ અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોમાંથી અમુક વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી છે. જયારે અમુક વિદ્યાર્થીઓની સ્કોલરશીપ/ફીશીપ કાર્ડ રદ કરવામાં આવ્યા છે.

(9:49 am IST)