Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શિક્ષણ સમિતિની વેસ્ટઝોનની શાળાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

નગર પ્રાથમીક શિક્ષણ સમિતી રાજકોટ દ્વારા અટલબિહારી વાજપેયી હોલમાં '' ઉડાન' સપનો કી ૨૦૧૯''ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનું સંપન્ન. જે અંતર્ગત નગર પ્રાથમીક શિક્ષણ સમિતી સંચાલિત સરકારી શાળાઓ ૧૫૦૦ જેટલા બાળકોએ ૭૭ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. શિક્ષીકા બહેનો દ્વારા પણ ગુરૂમંત્ર સમાન વિશેષ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તા. ૨ માર્ચના વેસ્ટ ઝોનના સાંસ્કૃતિક કાર્યક્રમ '' ઉડાન સપનોકી ૨૦૧૯''  રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ  એવા રાજકોટ ના મેયર બીનાબેન આચાર્ર્ય એ છેવાડાના બાળકોને સ્ટેજ પુરૂ પાડવા બદલ નગર પ્રાથમીક શિક્ષણ સમિતીના પ્રયાસોને બિરદાવ્યા હતા. બાળકોની અદભુત કલા કોૈતુકની પ્રશંસા કરી હતી. આ તકે સ્વાગત પ્રવચન નગર પ્રાથમીક શિક્ષણ સમિતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા, તથા આભારવિધી શહેર ભાજપ મહામંત્રી તથા  શિક્ષણ સમીતીના સદસ્ય કિશોરભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન આચાર્ય બહેન જુઇબેન માંકડ, શિક્ષકા બહેન દિર્પાશીબેન શાસ્ત્રી તથા દર્શનાબેન મુળશિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ તકે કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, શાસક પક્ષ નેતા દલસુખભાઇ  જાગાણી, શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતીના સદસ્યકિશોરભાઇ રાઠોડ, શિક્ષણ સમિતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમીતી વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ, પોલીસઅધિક્ષક શ્રી આર.બી. ઝાલા, કોર્પોરેશનના અધિકારી રવિ ચુડાસમા,શિક્ષણ સમિતી સદસ્ય શ્રી મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડિયા, અલ્કાબેન કામદાર, જગદીશભાઇ ભોજાણી,ધિરજભાઇ મુંગરા, સ્વનિર્ભર શાળા નાં સંચાલકો અજયભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, પરિમલભાઇ પરડવા, કોૈશિકભાઇ રૂપાપરા, તથા દિનેશભાઇ સદાદિયા ( પ્રમુખ પ્રાથમિક શિક્ષણ સંઘ રાજકોટ)

આ તકે શિક્ષણ સમિતીની શાળાઓના રત્ન સમાન બાળ કલાકરો દ્વારા ગણેશ વંદના,  આજ હૈ સન્ડે, યોગા, લેરી લાલા, ફેશન શો, (કલર્સ ઓફ ઇન્ડિયા), માઇમ (ફની એકટ), સ્વચ્છતા કી જયોત, બમાહુબલી, નવદુર્ગા, એન્યુકેશન થીમ, ક્રિષ્ન લીલા, કન્યા કેળવણી,સ્પોટર્સ થીમ, શિવ તાંડવ, ગાંધી થીમ, મોર બની થનગનાજ્ઞ, ફેસ્ટીવલ થીમ, લાવણી નૃત્ય, ઘુમ્મર જેવી ૨૩ જેટલી વિવિધ રસને આવરી લેતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રની પ્રવર્તમાન પરિસ્થિતીનો ચિતાર આપતી ઝાંસી કી રાની, ઉરી એટેક, વંદે માતરમ , નવ દુર્ગા જેવી દેશ દાઝથી છલ્લો છલ કૃતિઓ જોઇને તમામ કાર્યક્રમ નિહાળનાર પ્રેક્ષકો પણ દેશ પ્રેમના રંગે રંગાયા હતા.

સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોની કૃતિઓ માટે તૈયાર કરવા માટે સુચારૂ સંકલન સમિતીના શિક્ષક શ્રી હિતેેન્દ્રસિંહ જાડેજા તેમજ  તેમની ટીમ ત્રિ દિવસીય સાંર્સ્કતિક કાર્યક્રમ ''ઉડાન સપનો કી ૨૦૧૯'' ની સમગ્ર વ્યવસ્થા માટેની વિવિધ કમીટી, યુ.આર.સી., સી.આર.સી., આચાર્યશ્રી તેમજ શાળા શિક્ષકગણના અથાગ પરિશ્રમ બદલ નગર પ્રાથમીક શિક્ષણ સમીતી એ સોૈનો આભાર વ્યકત કર્યો હતો.

(3:32 pm IST)