Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

કોર્પો.ની પબ્લીક ગેલેરી ખુલી : મતદાર એકતા મંચની લડતનો પડઘો

રાજકોટ : મહાનગરપાલીકાની પબ્લીક ગેલેરી છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાઇ હોય આ બાબતે રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. દરમિયાન જાહેર હીતની અરજી સાંભળી ચીફ જસ્ટીસ દ્વારા પબ્લીક ગેલેરી ખોલી નાખવા આદેશો અપાયા હતા. આ મહાનગરપાલીકા દ્વારા તા. ૧-૩-૨૦૧૯ થી સુધારેલા નિયમો સાથે પબ્લીક ગેલેરી ખોલી નાખ્યાની જાણ કરતો પત્ર અરજદારને સુપ્રત કરાયો હતો. જો કે બંધારણના કાયદા વિરૂધ ગયેલ કોર્પોરેશનના અધિકારીઓ સામે પગલા લેવાની પણ મતદાર એકતા મંચે માંગણી ઉઠાવી છે. લડતના સફળ પડઘા પડતા મંચના અશોકભાઇ પટેલ સહીતના આગેવાનોએ આજે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:30 pm IST)