Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

નાગેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થની શનિવારે ૧૩મી સાલગીરાઃ ધર્મભીના આયોજન

પૂ.આ.શ્રી સંયમબોધિસૂરીશ્વરજી મહારાજાની નિશ્રા : અઢાર અભિષેક, સત્તર ભેદી પૂજા, ધ્વજા રોહણ, સંઘ જમણ, ભાવના તથા આરતી યોજાશે

રાજકોટ, તા.૪: શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર (જામનગર હાઈવે- ઘંટેશ્વર)ની તેરમી સાલગીરા પ્રસંગે પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પૂજયપાદ વૈરાગ્ય દેશનાદક્ષ આચાર્ય દેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી સંયમબોધિસૂરીશ્વરજી મહારાજાની શુભ નિશ્રામાં શનિવાર તા.૯ના રોજ ધ્વજારોહણ રાખેલ છે.

આયોજનમાં શ્રી અઢાર અભિષેક સવારે ૮:૩૦ કલાકે, શ્રી સતર ભેદી પૂજા સવારે ૧૦ કલાકે, ધ્વજારોહણ બપોરે ૧૨:૩૯ કલાકે, સંઘ જમણ બપોરે ૧૨:૪૦ કલાકે, ભાવના સાંજે ૬ કલાકે, આરતી રાત્રે ૮ કલાકે યોજાશે. જેમાં વિધિકાર પ્રકાશભાઈ દોશી તથા સંગીતકાર પ્રતાપભાઈ શાહ પધારશે.સંઘ જમણના પાસ પેઢીમાંથી ધજાને દિવસે સવારે ૮ થી ૧૨:૩૦ સુધી મેળવી લેવા. નાગેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘના પ્રમુખશ્રી ડો.હરીશભાઈ મહેતા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડો.ભરતભાઈ મહેતા સહિતના ટ્રસ્ટીગણોએ સર્વેને પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.

(3:30 pm IST)