Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શુક્રવારે માત્ર મહિલાઓ માટે ઓપન રાજકોટ નિઃશુલ્ક હેલ્થ એવરનેસ પ્રોગ્રામનું આયોજન

જેસીઆઈ રાજકોટ યુવા જેસીરેટ વીંગ દ્વારા : બ્રેસ્ટના રોગ, ડાયટીશ્યન, ગાયનેકોલોજીસ્ટના તબીબ માર્ગદર્શન આપશેઃ રજીસ્ટ્રેશન કરાવી લેવું

રાજકોટ,તા.૪: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે આગામી તા.૮ માર્ચના શુક્રવારે જેસીઆઈ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા ઓપન રાજકોટ હેલ્થ અવરનેસ પ્રોગ્રામનું આયોજન સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું આયોજન ખાસ મહિલાઓના સ્વાસ્થ માટે રાખવામાં આવ્યું હોવાનું યાદીમાં જણાવ્યું છે. એક મહિલાના ઘણા બધા રોલ હોય છે તે તમામ જવાબદારી અને પરિવારની હેલ્થનું ધ્યાન રાખે છે પણ પોતાની હેલ્થને ભુલી જાય છે. ત્યારે આ તકે જેસીઆઈ રાજકોટ યુવા મહિલા પાંખ દ્વારા કેન્સર અને સ્ત્રી રોગ વગેરે અંગે માર્ગદર્શન હોસ્પિલના જ નામાંકિત લેડી ડોકટર દ્વારા આપવામાં આવશે અને સામાન્ય હેલ્થ ચેકઅપ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે.

જેસીઆઈ રાજકોટ યુવા (૨૦૧૯) રાખી દોશી- ચેરપર્સન, પાયલ મોદી- સેક્રેટરી, રચનાબેન રૂપારેલ- જેસીઆઈ રાજકોટ યુવા પ્રમુખ, શીલુ ચંદારાણા, ક્રિના માંડવીયા, ગીરીશ ચંદારાણા, ચિરાગ દોશીની લીડરશીપ હેઠળ મહિલાઓ માટેના કાર્યક્રમનું આયોજન થયું છે.

આ કાર્યક્રમ તા.૮ને શુક્રવારે બપોરે ૪ વાગ્યાથી સ્ટર્લીંગ હોસ્પીટલ, છઠ્ઠો માળ, ઓડીટોરીયમ, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાખી દોશી મો.૯૦૩૩૩ ૨૫૮૦૧, પાયલ મોદી મો.૯૭૧૨૯ ૦૪૨૨૮, રચના રૂપારેલ મો.૮૯૮૦૬ ૬૯૯૫૭નો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(3:29 pm IST)