Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બ.સ.પા.નું બુધવારે સંમેલન : સન્માન

રાષ્ટ્રીય મહાસચિવ અને ધારાસભ્ય રામઅચલ રાજભરની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોનું સન્માન : ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સમીક્ષા

રાજકોટ, તા. ૪ : બહુજન સમાજ પાર્ટી, રાજકોટની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ૧૦ રાજકોટ લોકસભાની સંગઠન, સમીક્ષા અને નવાવરણી થયેલા હોદ્દેદારોનો સન્માન સમારંભ કાર્યક્રમ તા.૬ના બુધવારે સવારે ૧૦ વાગ્યે શ્રી ગુરૂગોવિંદજી હોલ, આમ્રપાલી પોલીસ ચોકી પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમમાં બ.સ.પા.નો રાષ્ટ્રીય મહાસચિવ તથા ચાર વખત કેબીનેટ મંત્રી રહી ચૂકેલા તથા ચાર વખત ધારાસભ્ય બનેલા અને હાલમાં પણ ધારાસભ્ય રહેલ એવા શ્રી રામ અચલ રાજભર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. તેમની સાથે બ.સ.પા. ગુજરાત પ્રદેશ પ્રભારી શ્રી છઠ્ઠુરામ, ગુજરાત પ્રદેશ પ્રમુખ એડવોકેટ અશોકભાઈ ચાવડા તથા અતિથિ વિશેષ તરીકે પ્રદેશ મહાસચિવ દામજીભાઈ સોંદરવા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી દિનેશભાઈ પડાયા, રાજકોટ ઝોન કોર્ડીનેટર શ્રી અર્જુનભાઈ ચૌહાણ તથા કિરણભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે.

દરમિયાન કારોબારી સમિતિની સમીક્ષા બેઠકમાં રાજકોટ ઝોન કોર્ડીનેટર અર્જુનભાઈ ચૌહાણ તથા કિરણભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં નવી મહિલા વિંગની વરણી કરવામાં આવેલ હતી. જેમાં રાજકોટ જિલ્લામાં જીલ્લા પ્રમુખ તરીકે, જયોત્સનાબેન રાઠોડ, ઉપપ્રમુખ તરીકે ગૌરીબેન પેથાણી, મહામંત્રી તરીકે મીનાબેન મારૂ, ખજાનચી તરીકે ઉષાબેન ભીંડી, કાર્યાલયમંત્રી તરીકે ગંગાબેન બાબરીયા તથા મહિલા કાર્યકરોમાં શાયરા શેખ, શીતલબેન નીમાવત, મુકતાબેન સોલંકી,  રામુબેન રાઠોડ, હંસાબેન તથા ચંપાબેનની તેમજ રાજકોટ શહેરમાં મહિલા વિંગમાં શહેર પ્રમુખ તરીકે રેશ્માબેન કુરેશી, ઉપપ્રમુખ કંકુબેન મહામંત્રી ભાનુબેન પેથાણી, ખજાનચી સંગીતાબેન રાઠોડ તથા કાર્યાલયમંત્રી તરીકે રામુબેન રાઠોડ તથા શહેર પ્રમુખ એડવોકેટ ભવાનભાઈ ગોહેલ, ઉપપ્રમુખ જોગાભાઈ રાખડીયા, મહામંત્રી આશીક તંબોલ, ખજાનચી જયંતિભાઈ સોલંકી શહેર સચિવોમાં આરીફ તંબોલ તથા વોર્ડ નંબર ૧૧ના પ્રમુખ સાગર ગોહેલ, વોર્ડ નં.૧૩ના પ્રમુખ તરીકે સતીષ સાગઠીયા, વોર્ડ નં.૧૧ના ઉપપ્રમુખ વિપુલભાઈ કાનાણી, વોર્ડ નં.૪ના ઉપપ્રમુખ તરીકે ડો.વિજય ડી. ભટ્ટી તથા વોર્ડ નં.૬ના પ્રમુખ તરીકે રણમલ શેખાવાની નવી વરણી કરવામાં આવેલ.

જયારે રાજકોટ જિલ્લાના હોદ્દેદારો જીલ્લા પ્રમુખ અજય સારીખડી, જિલ્લા ઉપપ્રમુખ ડો.પ્રકાશ ચાવડા, મહામંત્રી વરજાંગભાઈ સોહલા, મહામંત્રી અશ્વિનભાઈ ચૌહાણ, જિલ્લા સચિવમાં વિપુલ બોરીચા, કલ્પેન ટાંક, દિલીપભાઈ પરમાર, કાર્યાલયમંત્રી માધુભાઈ ગોહેલ, તાલુકા પ્રમુખોમાં રાજકોટ તાલુકા પ્રમુખ હરેશભાઈ મકવાણા, ઉપપ્રમુખ સવજીભાઈ ગોહેલ, જેતપુર તાલુકા પ્રમુખ દિનેશ રાઠોડ, ગોંડલ તાલુકાના પ્રમુખ લક્ષ્મણભાઈ ચાવડા, પડધરી તાલુકા પ્રમુખમાં ભાવેશ લીંબોલા તથા વિધાન સભા - ૬૮ના હોદ્દેદારોમાં પ્રમુખ વાસુદેવ સોલંકી, ઉપપ્રમુખમાં શરદભાઈ સરૈયા, મહાસચિવમાં જેન્તીભાઈ માલખીયા, સચિવમાં ભગવાનજીભાઈ બીન, ધીરૂભાઈ વાળા, ગૌતમભાઈ ખાવડુ, ધર્મેશભાઈ ચાવડા, ઈશ્વરભાઈ મુંધવા તથા વિધાનસભા-૭૧ના પ્રમુખ તરીકે ભરતભાઈ સાગઠીયાની નવી વરણી કરવામાં આવેલ હતી. રાહુલ મકવાણા, અજય ગમારા, રાજુ સાચી, સુદર્શન સુહાની, દેવેન્દ્રભાઈ, મહેશભાઈ બાબરીયા.

આ કાર્યક્રમમાં દિપકભાઈ ચોરાડા, મોહનભાઈ ચૌહાણ, અતુલભાઈ રાઠોડ, દિપકભાઈ ચાવડા, ફુલશીભાઈ તાવીયા, એડવોકેટ હરેશ સાગઠીયા, દિપકભાઈ ચૌહાણ, નીતિનભાઈ ચાવડા તથા સાજીદ ખેતાણી ઉપસ્થિત રહેલ. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:29 pm IST)