Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ દીનેશ ઉર્ફે દીનો પાસામાં ધકેલાયો

રાજકોટ તા.૪: શહેરના માલવીયાનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ દેવીપૂજક શખ્સને પાસામાં ધકેલી દીધો છે.મળતી વિગત મુજબ માલવીયાનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં પકડાઇ ચૂકેલા વિનેશ ઉર્ફે દીનો ગોવિંદભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧) (રહે.લોહાનગર કાનુડા ચોક મફતીયાપરા)ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વેરંટ ઇશ્યુકરતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમા તથા પીએસઆઇ યુ.બી જોગરાણા, હેડ કોન્સ રાહીદભાઇ, ભાવેશ, મયુરસિંહ, કુલદીપસિંહ, હરપાલસિંહ તથા જયદીપસિંહ સહિતે દિનેશ ઉર્ફે દિનો ઉધરેજીયાને પાસા તળે અટકાયત કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(3:27 pm IST)