Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગોંડલ પાસે ટ્રાવેલ્સની બસમાંથી દારૂની ૨૦૦ બોટલ સાથે બે મહીલા પકડાઇ

રાજકોટ તા ૪ : ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી એલ.સી.બી. એ બાતમીના આધારે ટ્રાવેલ્સની બસમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાને ઝડપી લીધી હતી.

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ દારૂ જુગાર જેવી પ્રવૃતી નાબુદ કરવા સુચના આપતા, એલ.સી.બી ના પી.આઇ. એમ.એન. રાણા ના માર્ગદર્શન હેઠળ પો. કોન્સ. રવિદેવભાઇ બારડ, પો. કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, પરાક્રમસિંહ ઝાલા, જયવિરસિંહ રાણા ને મળેલ બાતમી આધારે ગોંડલ આશાપુરા ચોકડીએથી બે  મહિલાને વિદેશી દારૂની નાની-મોટી જુદી જુદી બ્રાંડની કંપની શીલ પેક બોટલો નંગ-૨૦૦  કિ. રૂ. ૪૦૦૦/  તથા મોબાઇલ નંગ-ર  કિ. રૈા ૧૦૦૦/- મળીકુલ રૂ. ૪૫૦૦૦/- ના મુદામાલ  સાથે ટ્રાવેલ્સમાં બેસી નીકળતા પકડી પાડી ગોંડલ સીટી પો.સ્ટે. માં ગુન્હો રજી. કરાવેલ છે.

(3:27 pm IST)