Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ધો.૧૦-૧૨ના પ્રશ્નપત્રો સ્ટ્રોંગરૂમમાં સીલ

આવતીકાલથી પરીક્ષાની વ્યવસ્થા માટે કરણસિંહજી હાઇસ્કૂલમાં કંટ્રોલરૂમ શરૂ

રાજકોટ તા.૪: ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. ૭ માર્ચથી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહયો છ.

શિક્ષણ બોર્ડની પરીક્ષા અંતર્ગત આજે કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે બનાવવામાં આવેલ સ્ટ્રોંગરૂમમાં ધો. ૧૦ અને ધો.૧૨ના પ્રશ્નપત્રો શીલ કરવામાં આવ્યા છે. પ્રશ્નપત્રો કડક બંદોબસ્ત હેઠળ સ્ટ્રોંગરૂમમાં કેદ કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પરીક્ષા સંચાલન સમિતિ દ્વારા આવતીકાલથી ધો. ૧૦ અને ધો. ૧૨ માટે પરીક્ષાનો ખાસ કંટ્રોલરૂમ કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવશે.

રાજકોટ શહેર જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨માં અંદાજીત ૯૬ હજાર પરીક્ષાર્થીઓ  મહત્વની કસોટી આપશે.

(3:26 pm IST)