Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગ્રીનલેન્ડ ચોકડીએ રહેતાં કિશન પર બારવણમાં ધોકા-પાઇપથી હુમલો

કોળી યુવાન માતાને મળવા ગયો ત્યારે જુના મનદુઃખને લીધે ભૂપત નાનજી સહિતના તૂટી પડ્યા

રાજકોટ તા. ૪: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટી-૪માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં કિશન વાલજીભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૨) પર તે ગઇકાલે રાજકોટના બારવણ ગામે માતા-પિતાના ઘરે ગયો ત્યારે ગામના પાદરમાં ભૂપત નાનજીભાઇ કોળી, ગોરધન નાનજીભાઇ કોળી, લીલુબેન રામજીભાઇ, સંજય સહિતે પાઇપ-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

કિશનના ભાઇના કહેવા મુજબ તેના ભાઇએ બારવણની યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ તે બાબતે મનદુઃખ ચાલે છે. ગઇકાલે કિશન બારવણ ગયો ત્યારે તેના ભાઇએ જે યુવતિ સાથે લવમેરેજ કર્યા છે તેના પરિવારજનોએ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

(3:26 pm IST)