Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

'બર્ડ શો'માં બાળકોને મજા પડી ગઈઃ દેશ-વિદેશનાં ૪૫૦ જેટલા રંગબેરંગી પક્ષીઓએ આકર્ષણ જમાવ્યું

રાજકોટ :. અત્રેના બાલભવન ગઈકાલે તા. ૩ને રવિવારે સવારે ૯ થી રાત્રીના ૮ સુધી ૩૫થી વધુ પ્રજાતીના ગુજરાત તેમજ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, બ્રાઝીલ, યુરોપ, સિંગાપુર, અમેરિકા સહિત દેશ-વિદેશનાં ૪૫૦ જેટલા રંગબેરંગી પક્ષીઓનો બર્ડ શો યોજાયો હતો. આ બર્ડ શોમાં ટોકીંગ એન્ડ ટેમ બર્ડ જે માણસ જેવા વિવિધ અવાજો કાઢી શકે છે તે તથા ગ્રે પેરોટ કે જે ૪૦૦થી વધુ પ્રકારના અવાજો કાઢે છે તેવા પક્ષીઓને બાળકોએ તથા તેમના માતા-પિતાઓએ નજીકથી જોવાનો આનંદ માણ્યો હતો તે વખતની તસ્વીર. એકવેરીયમમાં અલગ અલગ રંગબેરંગી માછલીઓ જોવા મળતી હતી. સમગ્ર આયોજન ચિલ્ડ્રન કલબ બાલ ભવન તથા સૌરાષ્ટ્ર-કચ્છ બર્ડસ એન્ડ ટ્રેડર્સ એસો. દ્વારા થયુ હતું. આયોજનને સફળ બનાવવા અરૂણ દવે, શાકિર સૈયદ, ભુવનેશ પંડયા, આશિષ ધામેચા, અબ્બાસભાઈ, સાકેતભાઈ સેજપાલ  વિગેરે તમામ પેટ શોપ ધારકોએ જહેમત ઉઠાવી હતી. અનેક બાળકોએ લાભ લીધેલ જેમાં ગળામાં સાપ પહેરીને અમિ હાસલિયા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:24 pm IST)