Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

જીટીયુ ઝોનલ ટેકફેસ્ટનો વીવીપી કોલેજના આંગણે તા.૮ માર્ચે યોજાશે

રાજકોટ તા.૪: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓની તકનીકી શકિતઓને પ્લેટફોર્મ આપવાના હેતુસર તકનીકી સ્પર્ધાઓ સાથે ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯ના જી.ટી.યુ.ઝોનલ ટેકફેસ્ટ માટે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગમાંથી વી.વી.પી.ઇજનેરી કોલેજની પસંદગી કરવામાં આવીછે.

આ ટેકફેસ્ટની વિશેષ માહિતી આપતા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ કૌશિકભાઇ શુકલ, ડો.સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર અને પ્રિન્સીપાલશ્રી ડો.જયેશભાઇ દેસકરે જણાવ્યું હતું કે, જી.ટી.યુ. ઝોનલ ટેકફેસ્ટનું તા.૮ અને ૦૯ માર્ચના વી.વી.પી. ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જે જી.ટી.યુની ૩૯ ઇવેન્ટ તથા વી.વી.પી.ની ૧૧ ઇવેન્ટ મળી કુલ ૫૦ ઇવેન્ટનું આયોજન સીવીલ, મિકેનીકલ, ઓટોમોબાઇલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જનીયરીંગ, એમ.સી.એ., ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, કેમીકલ, બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને એમ.ઇ., એમ.બી.એ., ડીપ્લોમાં, બી.એસ.સી.ના વિદ્યાર્થીઓ તથા કાર્યક્ષેત્ર માટે કરવામાં આવશે. લોકશાહીની વ્યાખ્યા મુજબ નવીનતમ અભિગમત સાથે ટેકફેસ્ટનું સંપૂર્ણ આયોજન, પ્લાનીંગ, સમયપત્રક તથા સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ વડે કરવામાં આવશે.

ધ્યાનાકર્ષક ઇવેન્ટમાં રોબો ક્રિકેટ, ધ સર્કિટ ચેલેન્જ, કેમી ડ્રાઇવર, ડેર-ટુ-કોડ, ડેક્ષટર, બ્રેકપ બિઝ, જંકયાર્ડ વોર વગેરે તકનીક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જીટીયુ ટેકફેસ્ટમાં ભાગ લેવાથી  જીટીયુ ૧૦૦ પોઇન્ટ એકટીવીટીમાં પોઇન્ટ મળી શકશે. જે વિદ્યાર્થીઓને ભાગ લેવો હોય તેમના માટે તારીખ ૮ માર્ચે ના ઓન ધ સ્પોર્ટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રાખવામાંં આવેલ છે.ેઝોનલ ટેકફેસ્ટની સફળતા માટે વી.વી.પી.ના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકરના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કો-ઓર્ડીનેટર ઇલેકટ્રીકલ વિભાગના અધ્યાપક પ્રો.શિલ્પાબેન કાથડ તથા બાયોટેકનોલોજી વિભાગના અધ્યાપક પ્રો. પુજા ચાવડા, સ્ટુડન્ટ કો-ઓર્ડીનેટર ધ્રુવ-થાનકી, સૌરભ સામલ અને તમામ વિભાગના વિભાગીય વડાઓ, અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને ખાસ વિદ્યાર્થીગણ જહેમત ઉઠાવી રહ્યા છ.

(3:24 pm IST)