Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા શહીદ જવાનો માટે એકઠુ થયેલ ફંડનો ચેક કલેકટરને સુપ્રતઃ રાષ્ટ્રભાવનાની કામગીરી બિરદાવાઈ

રાજકોટ : પુલવામા થયેલ આતંકવાદી હુમલાને કારણે શહીદ થયેલ વીર જવાનો માટે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂની રાહબરી હેઠળ શહેરના અકિલા સર્કલ, ત્રિકોણબાગ, ધર્મેન્દ્ર રોડ, ભુપેન્દ્ર રોડ, બાલાજી મંદિર રોડ સહિતના વિસ્તારોમાં ફરી ફાળો એકત્રિત કરવામાં આવેલ. સદ્દગત શહીદ જવાનોના આત્માની શાંતિ માટે ટીમ ઈન્દ્રનીલ ફોર યુ દ્વારા ત્રિકોણબાગ ખાતે શાંતિયજ્ઞ કરી શ્રદ્ધાંજલી પણ આપવામાં આવેલ.

આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જણાવેલ કે દેશ સેવા કોઈ એક વ્યકિતની જાગીર નથી હોતી. પરંતુ સમાજના છેવાડાના વ્યકિત પણ દેશ માટે રાષ્ટ્રભાવના અને લાગણી ધરાવે છે. જે ખરો દેશ પ્રેમ છે. એકત્ર થયેલ ફાળો કલેકટર શ્રી રાહુલ ગુપ્તાને ચેક દ્વારા સુપ્રત કરવામાં આવેલ. કલેકટરશ્રીએ ટીમ ઈન્દ્રનીલ ફોર યુની આ રાષ્ટ્રભાવનાની કામગીરીને બિરદાવેલ હતી અને અભિનંદન પાઠવેલ હતા.

આ ફાળાનો ચેક કલેકટરશ્રી રાજકોટને સુપ્રત કરવા ટીમ ઈન્દ્રનીલ ફોર યુના શ્રી અભિષેકભાઈ તાળા, હેમંતભાઈ વીરડા, મચ્છાભાઈ ગોહેલ, શૈલેષભાઈ મહેતા, રસીકભાઈ ભટ્ટ, રમજાનભાઈ રાવમા, શ્રી વસોયા, જીતુભાઈ ઠાકર સહિતના ઉપસ્થિત રહેલ હતા.

(3:24 pm IST)