Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શિક્ષણ સમિતીની સેન્ટ્રલ ઝોનની શાળાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો :૫૮૧ બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ

રાજકોટ : નગર પ્રાથમીક શિક્ષણ સમિતી-રાજકોટ દ્વારા '' ઉડાન' સપનો કી'' ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત નગર પ્રાથમીક શિક્ષણ સમિતીસંચાલીત  સેન્ટ્રલ ઝોનની ૨૪ શાળાઓના ૫૮૧ જેટલા બાળકોએ ૬૪ કૃતિઓ અને શિક્ષીકા બહેનો દ્વારા રાજસ્થાની ઘુમર લોકનૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.

 આ તકે કાર્યક્રમમાં મ્યુ. ફાયનાન્સ બોર્ડ, ગાંધીનગર નાચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, શહેર ભાજપ મહામંત્રી તથા શિક્ષણ સમિતીના સદ્સ્ય કિશોરભાઇ રાઠોડ, શિક્ષણ સમિતી ચેેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતી વાઇસચેરમેન ભારતીબેન રાવલ,શિક્ષણ સમિતી સદસ્ય મુકેશભાઇ મહેતા,કિરણબેન માકડિયા, અલ્કાબેન કામદાર, જગદીશભાઇ ભોજાણી, ધિરજભાઇ મંુંગરા , રહિમભાઇ સોરા, દિનેશભાઇ સદાદિયા, પ્રમુખ પ્રાથમીક શિક્ષણ સંઘ રાજકોટ મહાનગરપાલિકા, સરગમ કલામંદિર ના પ્રેસિડન્ટ રેશ્માબેન સોલંકી તથા મેહુલભાઇપરડવા, ભુષણ હાઇસ્કુલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને બાળકોનીઅદભુત કૃતિઓ જોઇ અભિભુત થયા હતા.

આ તકે શિક્ષણ સમિતીની શાળાઓના રત્ન સમાન બાળ કલાકારો દ્વારા ગણેશ વંદના, આજ હે સનડે Sports સિંધમ, ભાંગળા બાહુબલી, શિવ તાંડવ, દિલ હૈ છોટાસા, ચોક પુરાવો, મેરિકોમ, લેરીલાલા, Child Labouir, જય જય ગરવી ગુજરાત, આશાએ,Save Water દેશ ભકિત , મા,  Army theme ,રાસ, ઘૂમર, લાવણી, જેવી ૨૪ જેટલી વિવિધ રાસનેઆવરી લેતી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન જુઇબેન માંકડ તેમજ તેમજ મીરાબેન ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

(3:23 pm IST)