Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

૭ માર્ચથી ૨૩ માર્ચ સુધી પરીક્ષા કેન્દ્રો આસપાસ ૧૦૦ મીટરમાં અનઅધિકૃત વ્યકિતઓ માટે પ્રવેશબંધી

વિદ્યાર્થીઓ પણ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશી શકશે નહિ

રાજકોટ, તા. ૪ :. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જે શાળાઓમાં એસ.એસ.સી. અને હાયર સેકન્ડરીની પરીક્ષાઓ લેવાનાર છે તેવા પરીક્ષા કેન્દ્રો આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પડે તે માટે અનઅધિકૃત વ્યકિતઓના પ્રવેશ ઉપર તા. ૭ માર્ચથી ૨૩ માર્ચ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શાળા કેન્દ્રો આસપાસ ૪ થી વધુ માણસો ભેગા નહિ થશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ પણ નહિ લઈ જઈ શકે. શાળા કેન્દ્રોના કર્મચારીઓએ પણ પોતપોતાનું ઓળખકાર્ડ સાથે રાખવુ પડશે. લગ્નનો વરઘોડો, સ્મશાનયાત્રા સહિતના ખાસ કિસ્સાઓ સિવાય આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કડકરાહે પગલા લેવામાં આવશે.

(3:22 pm IST)