Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

આજની ઓખા-જયપુર રાજકોટ સ્ટેશન ઉપર સવા કલાક મોડી આવશે

રાજકોટ, તા. ૪ :. ટ્રેન નં. ૧૯૫૭૩ ઓખા-જયપુર એકસપ્રેસ આજે રાત્રે તેના નિયત સમય ૧૧.૫૦ (તા. ૪)ને બદલે મધરાત્રે ૧ વાગ્યે (તા. ૫)ના પહોંચશે. આ ટ્રેનનો પેઈરીંગ રેક મોડો પડવાના કારણે આ ફેરફાર થયો છે. આમ ટ્રેન રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રે સવા કલાક મોડી આવશે તેવુ રેલ્વેની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:21 pm IST)