Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

૭ પીએસઆઇ અને ૧૫ હેડકોન્સ, કોન્સ્ટેબલની અરસ-પરસ બદલી

રાજકોટ તા. ૪: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૭ પીએસઆઇ અને ૧૫ હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની અરસ-પરસ બદલી કરી છે.

જેમાં માલવીયાનગરના યુ. બી. જોગરાણાને ડીસીબીમાં, બી-ડિવીઝનના પી. બી. જેબલીયાને ભકિતનગરમાં, લિવ રિઝર્વના પી.એમ. રાઠવાને તાલુકા પોલીસ મથકમાં, પેરોલ-ફરલો સ્કવોડના બી. કે. ખાચરને એસઓજીમાં (પેરોલ ફરલોની કામગીરી કરવાની રહેશે), પ્ર.નગરના પી.બી. કદાવલાને ટ્રાફિકમાં, પ્ર.નગરના બી. જી. ડાંગરને યુનિવર્સિટી પોલીસ મથકમાં અને ક્રાઇમ બ્રાંચના બી.ટી. ગોહિલને લિવ રિઝર્વ (ડીસીબી એટેચ) બદલીના હુકમો થયા છે.

જ્યારે સીસીટીવી કન્ટ્રોલરૂમના હેડકોન્સ. હરપાલસિંહ જસુભાને યુનિવર્સિટી પોલીસ મથકમાં, હેડકવાર્ટરના કોન્સ. મશરીભાઇ નાથાભાઇ ભેટારીયાને હેડકવાર્ટરથી માલવીયાનગર, સંજય ઉગાભાઇને ટ્રાફિકમાંથી બી-ડિવીઝન, કોન્સ. કમલેશભાઇ શાંતિલાલ અને મહાવીરસિંહ ધીરૂભાને હેડકવાર્ટરથી કુવાડવા તથા પ્ર.નગર, પ્ર.નગરના હેડકોન્સ. મોહસીન ખાનને બી-ડિવીઝન, માલવીયાનગરના રાહીદભાઇને ટ્રાફિક, ટ્રાફિકના કાંતિલાલ મેરૂભાઇને હેડકવાર્ટર, યુનિવર્સિટીના ધર્મરાજસિંહ કૃષ્ણસિંહ અને ધર્મેન્દ્રસિંહ વેલુભાને હેડકવાર્ટર, ડીસીબીના જયંતિભાઇને ટ્રાફિક, તાલુકાના અશોક ડાંગરને એ-ડિવીઝન, ગાંધીગ્રામના શૈલેષ મકનભાઇને આજીડેમ, તાલુકાના રાહુલ વિજયભાઇને એ-ડિવીઝન અને યુનિવર્સિટીના અમીન ગફારભાઇને ટ્રાફિકમાં બદલવાના હુકમો થયા છે.

યુનિવર્સિટીના કોન્સ. ધર્મેન્દ્રસિંહ વેલુભાને જાન્યુઆરી માસમાં  જ બેસ્ટ કોપ (સારી કામગીરી કરવા બદલ) એવોર્ડ મળ્યો હતો. ત્યારે અચાનક તેની હેડકવાર્ટરમાં બદલી થતાં ચર્ચા જાગી છે.

(3:21 pm IST)