Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

નર્મદા નીર અવતરણ અર્થે બેઠકઃ જળ સ્વાગતમાં ઉમટવા આહવાન

રાજકોટઃ સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાને ભુતકાળ બનાવવા માટે દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલીને સૌરાષ્ટ્રવાસીઓ માટે આશિર્વાદસમી એવી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગળ વધારેલી અતિ મહત્વકાંક્ષી 'સૌની યોજના' હેઠળ તા.૪ના ન્યારી ડેમમાં નર્મદાના નીરનું અવતરણ કરવામાં આવશે. આ આ કાર્યક્રમ અતંર્ગત શહેર ભાજપ કાર્યલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી નેહલ શુકલ, ગુણવંતભાઇ ડેલાવાળા, વી.પી.વૈષ્ણવ, રમેશભાઇ ટીલાળા, મુકેશભાઇ દોશી, ધનસુખભાઇ વોરાની ઉપસ્થિતિમાં બેઠક યોજવાાં આવી હતી. આ બેઠકમાં કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી તેમજ નિતીન ભારદ્વાજે જણાવ્યું હતું કે 'સૌની યોજના'થી શહેરના ન્યારી ડેમમાં નર્મદાની નીર આવવાથી શહેરની પાણીની સમસ્યા ભુતકાળ બનશે. સૌરાષ્ટ્રની સૌની યોજના અંતર્ગત ૧૧૨૬ કી.મી. લંબાઇની લાઇનો મારફતે ચાર લીન્કથી ૧૧૫ જળાશયોના હયાત સિંચાઇ વિસ્તારને લાભ મળે તેવું દુરંદેશી અને મહત્વપૂર્ણ આયોજન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના ન્યારી ડેમ ખાતેમાં નર્મદાની નીરને વધાવવા અને તેને વંદન કરવા દરેક સમાજના લોકો ઉમટી પડે તે માટે અપિલ કરી હતી. આ બેઠકમાં શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની સંપૂણ૪ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ અને શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળી હતી.

(3:18 pm IST)