Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

શાપરમાં બકાલુ લેવા નીકળેલી મુન્નીબેનને અજાણ્યા શખ્સોએ ધોકાથી માર માર્યો

રાજકોટ તા.૪: શાપર વેરાવળમાં રહેતી મુન્નીબેન જુબીનભાઇ બીન (ઉ.૩૦) રાત્રે નવેક વાગ્યે ઘરેથી માર્કેટમાં બકાલુ લેવા જઇ રહી હતી ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ ગાળાગાળી કરતાં તેને ગાળો બોલવાની ના પાડતાં તેના પર હુમલો કરી ઢીકા-પાટુ અને ધોકાથી માર મારવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ અને રાજદિપસિંહે  શાપર જાણ કરી હતી.

(12:09 pm IST)