Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બેભાન હાલતમાં મહેશભાઇ અનડા અને લાલચંદભાઇ પટેલનું મોત

રાજકોટ તા. ૪: દૂધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં રહેતાં મહેશભાઇ વૃજલાલભાઇ અનડા (લોહાણા) (ઉ.૪૦) નામના યુવાન ઘરે રાત્રે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોડી રાત્રે દમ તોડી દીધો હતો. હાર્ટએટેકથી મોત થયાનું પરિવારજનોએ કહ્યું હતું.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રાજદિપસિંહે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર છે. ફ્રુટ વેંચી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બીજા બનાવમાં મવડી ગામમાં ચંદુભાઇના મકાનમાં રહી કારખાનામાં મજૂરી કરતાં મુળ યુપીના લાલચંદ બરસાતીભાઇ પટેલ (ઉ.૪૫) રાત્રે એક વાગ્યે છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક પાંચ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં બે પુત્રી છે. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:08 pm IST)