Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રૈયા રોડ સુભાષનગરમાં અમીન મરંચટની બિમારીથી કંટાળી ફાંસો ખાઇ આત્મહત્યા

રાજકોટ તા. ૪: રૈયા રોડ પર આમ્રપાલી પાસે સુભાષનગર-૩ ઇશા એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪માં રહેતાં અમીનભાઇ અઝીઝભાઇ મરચંટ (ઉ.૩૯) નામના યુવાને પંખામાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

બનાવની જાણ ૧૦૮ના હિરેનભાઇએ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ મહેશભાઇ લુવા અને કૃષ્ણસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ અમીનભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે માતા સાથે રહેતો હતો. છ વર્ષથી માનસિક બિમારી હોઇ તેની દવા ચાલુ હતી. આ બિમારીથી કંટાળી જઇ આપઘાત કરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

(12:08 pm IST)