Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મવડી વિનાયકનગરના નિલેષ ગમારાનો મોરબી રોડ પર ઝેરી દવા પી આપઘાત

ઝેર પીધા બાદ આ યુવાને એક મહિલાને ફોન કરતાં તેણીએ હોસ્પિટલે પહોંચાડ્યો પણ દમ તોડી દીધોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૪: મવડી પ્લોટ વિનાયકનગર-૬માં રહેતાં નિલેષ લક્ષમણભાઇ ગમારા (ઉ.૩૦) નામના ત્રણ સંતાનના પિતા ભરવાડ યુવાને મોરબી રોડ સ્વસ્તીક વિલા નજીક રાધામીરા સોસાયટી પાસે ઝેર પી લીધા બાદ આ વિસ્તારની એક મરાઠી મહિલાને ફોન કરતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ મોડી રાત્રે તેણે દમ તોડી દીધો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને રાજદિપસિંહ ચોૈહાણે બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. જનકસિંહએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નિલેષ મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી   છે. તે બે ભાઇમાં નાનો હતો.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ નિલેષ મોરબી રોડ પર રહેતાં એક મરાઠી મહિલાના સંપર્કમાં હતો. ઝેર પીધા બાદ તેણે આ મહિલાને જ ફોન કર્યો હતો. પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યાની ચર્ચાએ પોલીસે તપાસ યથાતવ રાખી છે.

(12:08 pm IST)