Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

પાકિસ્તાનને પરાસ્ત કરવામાં વડાપ્રધાન તમામ મોરચે સફળઃ મોદીજીનું નેતૃત્વ દુનિયાભરમાં ઉદાહરણ

પધારો લોકનાયક સૌરાષ્ટ્રની પ્રજા તમારૂ સ્વાગત કરે છેઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃ તા.૪,જમ્મુ-કાશ્મીરનાં પુલવામા થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે  રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, છેલ્લા ૩૦-૩૦ વર્ષથી ભારતને આતંકવાદના લોહિયાળ ખપ્પરમાં હોમી દેનાર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી મોદીજીએ અદભુત રાજકીય ઇચ્છાશકિત,લોખંડી નેતૃત્વ,સાહસ,દેશદાઝ અને ભારતની તાકાત,શકિત,સામર્થયનો પરચો અને પરિચય આપી દીધા છે.પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબુર કરી દીધું છે.આજે દેશના એક એક નાગરિકનું મસ્તક ગર્વથી ઉન્નત છે,આજે દુનિયાએ ભારતની શકિત સામે ઝુકવું પડ્યું છે એનો શ્રેય આપણા લોકલાડીલા,લોકનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને જાય છે તેમ જણાવી રાજુભાઈએ મોદીજીના ગુજરાત આગમનને વધાવ્યું હતું.

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ મોસ્ટ ફેવર્ડ નેશન અર્થાત એમએફએન દેશની યાદીમાંથી પાકિસ્તાનનો છેદ ઉડાડી દીધાં બાદ પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજો ઉપર ૨૦૦ ટકા આયાત જકાત નાંખી દીધી છે. કાશ્મીરમાં અલગતાવાદી નેતાઓને અપાતી સરકારી સુવિધાઓ અને સુરક્ષા પાછી ખેંચવામાં આવી છે અને હુરિયત નેતાઓની ધરપકડ કરી ૫૦ કરોડથી વધુની સંપતિ જપ્ત કરી દેવાઈ છે. દેશ વિરોધી પ્રવૃત્ત્િ। કરતા જમાત-ઉલ-ઈસ્લામ જેવા સંગઠન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આટલું જ નહીં ભારત તરફથી વહેતી નદીઓ રાવી, બિયાસ અને સતલુજનાં પાણી પાકિસ્તાનમાં જતા રોકી દેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો. ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને ૧૦ ટકા અનામત લાગુ કરવાનો નિર્ણય  કર્યો છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુ પાડવા નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ભાજપ સરકારનાં મંત્રીઓએ મહાસત્ત્।ાઓ સાથે બેઠકો શરૂ કરી દીધી છે. ભારત સરકાર ફૂટનીતિક રીતે પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરવા માટેનાં આકરા પગલાઓ લઈ રહી છે. બીજી તરફ ભારતનાં વીર જવાનોએ સીમા પાર પાક અધિકૃત કાશ્મીરમાં કરેલી એર સ્ટ્રાઈકથી પણ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે અને ઈતિહાસમાં સૌ પ્રથમવાર દુશ્મન દેશ પાકિસ્તાન ભયમાં છે.

 નરેન્દ્રભાઈ મોદી બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીનાં ગુજરાત પ્રવાસને લઈ બધા જ ગુજરાતીઓ ઉત્સાહ અને ખુશીની લાગણી છે. બે દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મેટ્રો ટ્રેન પ્રોજેકટ ઉદ્દદ્યાટન, ૭પ૦ બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેકસનું ભૂમિપૂજન, ૧ર૦૦ પથારીની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ, આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ, અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન, વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત સહિતનાં કાર્યક્રમમાં હાજરી આપશે અને ગુજરાતની જનતાને અનેક યોજનાઓની ભેટ ધરશે.

આતંકવાદી હુમલા બાદ નરેન્દ્રભાઈ મોદીએ તેમના એકપણ કાર્યક્રમ રદ્દ કર્યા નથી. દેશના પ્રધાનમંત્રીની જવાબદારી ફકત લડાયક જુસ્સો જ બતાવવાની નથી પરંતુ સાથે સાથે દેશમાં ડર, ગભરાટ તેમજ ભયનો માહોલ ન સર્જાય તે જોવાની પણ હોય છે. પાકિસ્તાનની એકપણ નાપાક હરકત કે આતંકી હુમલાથી કોઈ પણ ફરક પડતો નથી તે દર્શાવવા આપણે આપણી નિયમિત દિનચર્યા જાળવવી જરૂરી છે. માત્ર મોદીજી જ નહીં ભાજપનાં તમામ નેતાઓએ આ વાત ધ્યાનમાં રાખીને એક પણ નિર્ધારિત કાર્યક્રમ રદ્દ કર્યા નથી અને  પ્રજાકલ્યાણનાં કાર્યો ચાલુ રાખ્યા છે એ બદલ વડાપ્રધાન નું અભિવાદન કરવું જોઈએ.

નરેન્દ્રભાઈ  ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે રાજુભાઈ ધ્રુવે  (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫) શ્રી મોદીની કહેલી પંકિતઓ સોગંદ મુઝે ઇસ મિટ્ટી કી મેં દેશ નહીં ઝૂકને દૂંગા, ગંદ મુજે ઈસ મિટ્ટી કી મેં દેશ નહીં મિટને દૂંગા,  દેશ રૂકને નહીં દૂંગા, મેરા વચન હૈ, ભારત મા તેરા શીશ ઝૂકને નહીં દૂંગા કહી  તેમના વતન ગુજરાતમાં હર્ષભેર સ્વાગત કરાયાનું યાદીમાં જણાવાયું છે. (૪૦.૨)

(12:07 pm IST)