Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

મવડીના રામધણ પાસે ભેખડ પડતાં દબાઇ જતાં લીંબડી પંથકના ગોપાલ કોળીનું મોત

ભૂગર્ભના ખોદકામ વખતે બનાવઃ મૃતક હાલ રાજકોટ રહી મજૂરી કરતો'તો

રાજકોટ તા. ૪: મવડીમાં રામધણ પાસે સાંજે ભૂગર્ભ ગટરના ખોદકામ વખતે ભેખડ પડતાં દબાઇ જતાં મુળ લીંબડીના નાની કઠેચીના હાલ જીવરાજ પાર્ક પાસે રહેતાં ગોપાલ ગગજીભાઇ કોળી (ઉ.૨૭) નામના યુવાનનું મોત નિપજતાં પરિવારજનો  અને સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

અજાણ્યો યુવાન ભૂગર્ભ ગટરના ખોદકામ વખતે ભેખડ પડતાં દબાઇ ગયાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટીની તપાસમાં આ યુવાનનું મોત નિપજ્યાનું જણાતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એસ.આર. વડવી તથા રાઇટર ફિરોઝભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર યુવાન મુળ લીંબડીના નાની કઠેચીનો અને હાલ જીવરાજ પાર્ક પાસે પરિવારજનો સાથે રહી મજૂરી કરતો હોવાનું ખુલ્યું હતું.

તે બે ભાઇમાં નાનો હતો અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. વધુ તપાસ પીએસઆઇ જી.એસ. ગઢવી ચલાવે છે.

(12:05 pm IST)