Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

બીએસએનએલના લેન્ડલાઇન ગ્રાહકો માટે ફ્રી બ્રોડબેન્ડની ભેટઃ ૧ મહિનો પાંચ જીબી ડેટા

માસીક ભાડુ રૂ.૨૯૯ના પ્લાનમાં પરીવર્તીતઃ જબરી ઓફર

  રાજકોટઃ તા.૪, ભારત સરકારની દુરસંચાર કંપની બીએસએનએલ પોતાના લેન્ડલાઇન ગ્રાહકોને કે જેમણે બ્રોડબેન્ડની સુવિધા  નથી લીધી તેમને બીએસએનએલના હાઇસ્પીડ બ્રોડબેન્ડ ની ગુણવત્ત્।ા અને તેના અન્ય ગુણો થી પરિચિત કરાવવા ના ઉદ્દેશ્યથી દરરોજ ૫ જીબી ડેટા મફતમાં આપવાનો નિર્ણય કરેલ છે જેથી ગ્રાહકો બીએસએનએલ બ્રોડબેંડ સેવાઓથી વ્યવહારિક અને વાસ્તવિક રૂપે જાણકાર થઈ શકે.

 બીએસએનએલના આ ગ્રાહકોને તા.૧માર્ચથી એક માસ માટે દરરોજ ૫ જીબી ડેટા ૧૦ એમબીપીએસ સુધીની સ્પીડ સાથે અને ત્યારબાદ ૧ એમબીપીએસ સુધીની સ્પીડથી અનલિમિટેડ વપરાશ બિલકુલ મફત મળશે. આ સુવિધા પ્રાપ્ત કરવા માટે ગ્રાહકો એ કોઈપણ પ્રકારનો ઇન્સ્ટોલેશન ચાર્જ કે સિકયોરિટી ડિપોઝિટ ચૂકવવાની નથી. આ સુવિધા મેળવવા માટે ગ્રાહકો એ બ્રોડબેંડ મોડેમ ની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ પ્રમોશનલ પ્લાન માં જોડાનાર તમામ ગ્રાહકોને એક માસ બાદ ન્યૂનતમ માસિક ભાડા રૂ ૨૯૯ વાળા બ્રોડબેંડ પ્લાનમાં પરિવર્તિત  કરવામાં આવશે. બીએસએનએલની યાદીમાં જણાવાયું છે. (૪૦.૩)

(12:02 pm IST)