Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વાહન ચોરીઓનો ગુન્હાહિત ઇતિહાસ ઘરાવતા શખ્સને પાસામાં ધકેલતાં પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ  તેમજ નાયબ પો.કમી. પ્રવીણકુમાર (ઝોન-૧) તથા  મનોહરસિંહ જાડેજા  દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં વધતી ચોરીઓ અટકાવવા ચોરીની ટેવવાળા ઇસમો ચોરીની ગુન્હાહીત પ્રવૃતી કરતા અટકે તે માટે અસરકારક અટકાયતી પગલા લેવા માટે પાસા દરખાસ્ત તૈયાર કરવા સુચનાઓ કરવામાં આવેલ તે અંતર્ગત વીશાલ ઉર્ફે વીછી રાજેશભાઇ કુહાડીયા ઉવ-૨૪ રહે. કોઠારીયા સોલવન્ટ શકિતનગર શેરી નં ર પરીન ફર્નિચર પાછળ ગોંડલ રોડ રાજકોટ વાળો જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરીના ગુનામાં પકડાયેલ હોઈ પો.ઈન્સ.શ્રી જે.વી.ઘોળાની પાસા દરખાસ્ત તૈયાર કરી પી.સી.બીમાં મોકલી આપવામાં આવતા જે આઘારે પી.સી.બી. શાખા પો.ઇન્સ  આર.વાય.રાવલ સા. દ્વારા પાસા પ્રપોઝલ અને હુકમો તૈયાર કરી રજુ રાખતા પોલીસ કમિશ્નર  પ્રપોઝલ મંજુર કરી મજકુર ઇસમને પાસા અટકાયતમાં લેવા તેમજ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા હુકમ કરવામાં આવેલ છે.

 પી.સી.બી. શાખાના પો.ઇન્સ આર.વાય.રાવલ તથા પો.હેડ કોન્સ રાજેન્દ્રભાઈ દહેકવાલ તથા શૈલેષભાઈ રાવલ તથા પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા તથા રાહુલગીરી ગોસ્વામી તથા મનીષાબેન યાદવ તથા રા.તા.પો.સ્ટેના પો.ઇન્સ. જે.વી.ધોળા. તેમજ પો.હેડ કોન્સ ભરતભાઇ વનાળી તેમજ ભાવેશભાઈ પરમાર તથા પ્રવિણભાઈ વાસાણી તેમજ ડી-સ્ટાફ પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા હેડ કોન્સ મોહસીનખાન પો.કોન્સ અમીનભાઇ ભલુર તેમજ અન્ય સ્ટાફ દ્વારા પાસા  હુકમની બજવણી કરવામાં આવી છે

(8:24 pm IST)