Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

પોસ્ટલ તંત્રમાં હોબાળો ચૂંટણી તંત્રે હેડ ઓફીસમાંથી પ૩ના ઓર્ડર કાઢતા

તે અંગે ર૩ના નામો રદ્ કરવાની માંગણી કલેકટર તંત્રે ફગાવી દીધી : પોસ્ટલના હાઇલેવલ અધીકારીને રીપોર્ટઃ મોટી નવા જુની થવાના સંકેત

રાજકોટ ચૂંટણી તંત્રે-કલેકટર તંત્રે પોસ્ટલની હેડ ઓફીસમાંથી પ૩ કર્મચારીના ચૂંટણી ફરજ અંગે ઓર્ડરો કાઢતા આખી કચેરી બંધ કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છેઃ આ સંદર્ભે આજે પોસ્ટલ તંત્રના યુનિયન આગેવાન પ૩માંથી ર૩ના નામો રદ્દ કરવા લેટર સાથે રીર્ટનીંગ ઓફીસર પાસે પહોંચ્યા પરંતુ આ માંગણી કલેકટર તંત્રે ફગાવી દેતા પોસ્ટલ ખાતાના કર્મચારીઓમાં હોબાળો મચ્યો છેઃ આ અંગે પોસ્ટલના હાઇ-લેવલ અધીકારીઓને રીપોર્ટ થઇ રહ્યો છે. મોટી નવા જૂની થવાના સંકેત અપાઇ રહ્યા છે.

(4:00 pm IST)