Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વોર્ડ નં. ૧૬ના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ : કોર્પોરેશનની ચૂંટણીના ભાજપના ઉમેદવારો જાહેર કરાયા છે. ત્યારે જ વોર્ડ નં. ૧૬માં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. વિજયસિંહ ચૌહાણની આગેવાનીમાં મહિલાઓ ,યુવાનો અને હોદેદારો ૧૦૦થી વધુ કાર્યકરો જેમાં ભૂપેસભાઈ ચાવડા,મનોજભાઈ ચાવડા, વિજયભાઈ કોટક, ડેનીસ મહેતા,રાજુભાઈ મજેઠીયા, દિનેશભાઈ રામાવત,વિજયભાઈ ચૌહાણ, વિપુલભાઈ ઓખલિયા,ચાંદનીબા વિજયસિંહ ચૌહાણ,શાંતાબેન,રસીલાબેન, નીમિતબેન્ન,હંસાબેન મકવાણા,રસિલાબા ચુડાસમા,ઉષાબેન પરમાર, દામબેન કિરીટભાઈ,પૂનમબેન ચાવડા,ગાયત્રીબેન ચાવડા,વગેરે બીજેપીને બાઈ બાઈ કરીને કોંગ્રેસમાં જોડાયા હતા.આ બધા કાર્યકરો વોર્ડ-૧૬ના કોર્પોરેટર રસીલાબેન ગરૈયા,વલ્લભભાઈ પરસાણા, સુરેશભાઈ ગરૈયા,વોર્ડ પ્રમુખ નારણભાઈ હીરપરા, ઈબ્રાહીમ ભાઈ સોરાં,મનોજભાઈ ગઢવી,વગેરે ને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારી અભિનંદન પાઠવાયા હતા.

(3:56 pm IST)