Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

વોર્ડ નં.૪ કે ૭ માંથી ચૂંટણી લડવાનો નથીઃ હબીબ કટારીયા

રાજકોટઃ શહેરના મુસ્લીમ સમાજના  અગ્રણી હબીબભાઈ ગનીબાપુ કટારીયાએ યાદીમાં જણાવ્યું છે કે આગામી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેઓ ભાગ લેશે નહીં.

આ અંગે તેઓએ કોંગ્રેસ પક્ષનાં નિરીક્ષકો સમક્ષ એવી રજુઆત કરેલ હતી કે, જે લોકો કોંગ્રેસને વફાદાર રહ્યા હોય, લોકોની વચ્ચે સતત રહેલ હોય, તેવા કોંગ્રેસ પક્ષનાં ભાઈ- બહેનોને ટીકીટ ફાળવશો, પછી ભલે તે કોઈપણ જ્ઞાતિ- જાતિ કે ધનવાન કે ગરીબ હોય, તેઓને ખાસ ન્યાય આપવા ભલામણ કરેલ છે.

પૂર્વ કોર્પોરેટર મરહુમ ગનીબાપુ કટારીયાએ પોતાનું સર્વસ્વ જીવન કોંગ્રેસને વફાદાર રહી પોતાનું કર્તવ્ય કોંગ્રેસ પક્ષમાં ન્યોચ્છાવર કરેલ હતું. એટલે જ રાજકોટની કોંગ્રેસ પ્રેમી પ્રજા તેઓને સેવાના ભેખધારી અને એક નિષ્ઠાવાન રાષ્ટ્રપ્રેમી તરીકે આજના દિવસે પણ યાદ કરી રહ્યા છે. તે જ પ્રમાણે તેમના પુત્ર હબીબભાઈ ગનીબાપુ કટારીયા પણ હાલની તકે લોકોની વચ્ચે સતત રહી લોકસેવા કરતા આવ્યા છે અને કોંગ્રેસ પક્ષને વિજયી બનાવવા માટે સતત કાર્યરત અને કાર્યશીલ છે અને કોંગ્રેસનો રા.મ્યુનિ. કોર્પોરેશનમાં જવલંત વિજય થાય અને કોંગ્રેસ પક્ષની સત્તા પર આવે તેવી પણ શુભેચ્છા પાઠવતા હબીબભાઈ (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯)ની યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:55 pm IST)