Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

બપોરે ર વાગ્યે

કોર્પોરેશન ચૂંટણી આપે ખાતુ ખોલાવ્યું: વોર્ડ નં. ૭ માં ૩ ફોર્મ ભર્યાઃ વોર્ડ નં. ૧પમાં સીપીઆઇએ ફોર્મ રજૂ કર્યુ

વોર્ડ નં. ૧૪માં દંપતિ મેદાનમાં અપક્ષ તરીકે ઝૂંકાવ્યું: વોર્ડ નં. ૩ માં BSP અને VVP પાર્ટી મેદાનમાં

વોર્ડ નં. ૩ ના રીટનીંર્ગ ઓફીસરશ્રી પુજા બાવડા સમક્ષ આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૪ :.. રાજકોટ મહાનગરપાલીકા ચૂંટણીમાં ફોર્મ ભરવાને હવે કાલથી ર દિવસ બાકી છે, પરંતુ ફોર્મ ભરવામાં જોઇએ એવો ગરમાવો આવ્યો નથી. દરમિયાન આજે 'આપ'ના ઉમેદવારોએ અનેક વોર્ડમાં ઝૂંકાવ્યું છે.

વિગતો મુજબ વોર્ડ નં.  ૭ માંથી આપના ત્રણ ઉમેદવારોએ ઝૂ઼કાવ્યું છે. રીર્ટનીંગ ઓફીસર પુજા શ્રી બાવળા અને ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા, સમક્ષ આપના ઉમેદવાર નૈમીષ મહેન્દ્રભાઇ પાટડીયા-સામાન્ય બોઠક, પરેશ પ્રાણલાલ, શીંગાળા સામાન્ય બેઠક તથા જયોત્સનાબહેન દિપકભાઇ સોલંકીએ અનુ.જાતિ સ્ત્રી બેઠક ઉપર આજે ફોર્મ રજુ કર્યું હતું.

જયારે વોર્ડ નં.૧૪માં  રીર્ટનીંગ ઓફીસર સીદ્ધાર્થ ગઢવી સમક્ષ અપક્ષ તરીકે પતિ-પત્નિએ ફોર્મ રજુ કર્યા હતા તો વોર્ડ નં.૧પમાં સીપીઆઇ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી.

જયારે વોર્ડનં. ૬માં આર. ઓ. શ્રી પુજા જોટાણીયા સમક્ષ બસપાના કાંતિલાલ બાબુલાલ મકવાણા અને વીવીપીના ઉમેદવાર સંજયભાઇ નાનજીભાઇ દેગામાએ ઝૂંકાવ્યું છે.

(3:16 pm IST)