Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

મકકમ નિર્ધાર કરી પોતાના અને પોતાના પરિવાર માટે કોઈપણ જાતનું વ્યસન બંધ કરવું જોઈએ

૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસઃ ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠકકર દ્વારા માર્ગદર્શન : કેન્સર અંગે જાગૃતિ લાવવા આ વર્ષની થીમ છે I AM I WILL: સાથે મળી વ્યસનમુકત સમાજનું નિર્માણ કરીએ

દર વર્ષે કેન્સરને લીધે વિશ્વમાં ૧૦ મિલિયન થી પણ વધારે લોકો મૃત્યુ પામે છે. જેમાં ફેફસા અને શ્વાસનળીના કેન્સરથી સૌથી વધારે મૃત્યુ દર છે. કેન્સર અંગે એવી   ગેરમાન્યતા  છે કે કેન્સર એટલે કેન્સલ પરંતુ એવું નથી સમયસર નિદાન અને સારવાર થી જીવન બચી શકે છે.

UICC  દ્વારા વર્ષ ૨૦૦૦ માં ૪ ફેબ્રુઆરીના દિવસે પેરિસ ખાતે આ દિવસ ને વિશ્વ કેન્સર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો જેનો મુખ્ય હેતુ કેન્સરનું વહેલું નિદાન અને સારવાર અને કેન્સરનું  પ્રેવેનશન કરવાનો અને લોકો માં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો છે. વર્ષ ૨૦૨૧ની થીમ છે I AM I WILL .ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મો તથા ગળાના કેન્સર ખુબજ જોવા મળે છે જેનું મુખ્ય કારણ પાન. માવા ગુટકા અને બીડી અને સિગારેટ નું સેવન છે.

કેન્સરના મુખ્ય ચિન્હોમાં મો તથા ગાલોફા, જીભમાં ૧  મહિનાથી વધારે સમય થી પડેલ ચાંદામાં રૂઝના આવવાની.અવાજમાં બદલાવ ઘોઘરો અવાજ. ખોરાક લેવામાં તકલીફ પડવી.ગળા માં ગાંઠ .ગળફામાં લોહી પડવું વિ તકલીફ હોય અને વ્યસન હોય તેવા દર્દીઓએ ખાસ વહેલી તકે નિદાન કરાવવું જોઈએ.વહેલી તકે વ્યસન બંધ કરવું.

મકકમ નિર્ધાર કરી પોતાનાં અને પોતાના પરિવાર માટે કોઈ પણ પ્રકારનું વ્યસન બંધ કરવું જઈએ. કેન્સર અંગેની ગેરમાન્યતાઓથી દુર રેહવું અને નિષ્ણાત ડોકટર ની સલાહ પ્રમાણે સમયસર સારવાર કરવામાં આવે તો કેન્સરને હરાવી શકાય છે. તો ચાલો સાથે મળીને વ્યસન મુકત સમાજનું નિર્માણ કરીએ અને કેન્સરને હરાવીએ.

ડો ઠકકરની દાંત તથા કાન, નાક ગળાની હોસ્પિટલ ૨૦૨ લાઈફ લાઈન બિલ્ડીંગ વિદ્યાનગર મેઈન રોડ. રાજકોટ. મો ૭૯૯૦૧૫૩૭૯૩.

(11:38 am IST)