Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

જસદણના વડોદ ગામેથી પરબત ભડાણીયાને ઝડપી જેલમાં ધકેલી દેવાયો

રાજકોટ તા. ૪ :.. રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થઇ ગયેલ કેદીને જસદણ પંથકમાંથી રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ જંપ થયેલ આરોપીને ઝડપી લેવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ. આર. ગોહીલ તથા પીએસઆઇ વી. એમ. કોલદરાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થઇ ગયેલ કેદી પરબત વેલાભાઇ ભડાણીયા રે. વડોદ તા. પો. કો. પ્રણયભાઇ ડી. સાવરીયાને મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે વડોદ ગામે છાપો મારી કેદી પરબતને ઝડપી લઇ રાજકોટ જેલમાં ધકેલી દિધો હતો.

આ કાર્યવહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહેશભાઇ જાની તથા પ્રકાશભાઇ પરમાર રોકાયા હતાં.

(11:38 am IST)