Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

જંગલેશ્વરમાંથી નીકળ્યા બાદ ભુલી પડેલી યુવતી મોરબી રોડ પુલ નીચેથી મળી

બી ડીવીઝન પોલીસે યુવતીના પરિવારને શોધી મીલન કરાવ્યું

રાજકોટઃ મોરબી રોડ પર નવા પુલ નીચે એક ર૦ વર્ષની યુવતી એકલી ચાલીને જતી હોઇ કોઇએ જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કે. આર. ચોટલીયા, હેડ કોન્સ. વીરમભાઇ ધગલ અને ધર્મેન્દ્રસિંહ હેતુભા સહિતે તાકીદે સ્થળ પર પહોંચી યુવતીને રોકી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નગમા નાસીરભાઇ કપડવંજી જણાવ્યું હતું. બાદ તેની પૂછપરછ કરતા તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હોવાનું જણાવતા પોલીસે તેણીના પરિવારજનોનો સંપર્ક કરી યુવતીને તેના પરિવારજનોને સોંપી હતી.

(3:54 pm IST)