Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

જમીન રીસર્વેમાં વાંધા અરજીના ઢગલાઃ મુદતમાં ૩ માસનો વધારો

રાજકોટ તા. ૪ :.. રાજય સરકારે ખેતીની જમીનના રીસર્વે, પ્રમોલગેશનમાં વાંધા અરજી રજુ કરવાની મુદત વધુ એક વખત વધારીને ૩૧ માર્ચ ર૦ર૧ સુધીની કરી છે.

સરકારે ખેડૂતોની જમીન માપવા માટે એજન્સીને કામ સોંપેલ. તે એજન્સીએ ધારા ધોરણમાં બાંધછોડ કરીને સેટેલાઇટ સિસ્ટમથી માપણી કરતા અનેક ખેડૂતોના ખેતરના માપ ફરી ગયેલ ખેડૂતોએ ભારે હોબાળો કરતા સરકારે વાંધા અરજીની વ્યવસ્થા કરીને ખેડૂતોને અન્યાય દુર કરાવવાની તક આપેલ. રીસર્વે સામે ઢગલાબંધ અરજીઓ આવી રહી છે. સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક વખત વાંધા અરજીની મુદતમાં ૩ માસનો વધારો કર્યો છે. ખેડૂત ખાતેદારને સંતોષ થાય તે રીતે વાંધા અરજીના નિકાલનું સરકારે આશ્વસન આપ્યું છે.

(3:35 pm IST)