Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી ૧૦ લાખ પડાવવાના કારસામાં આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૪: રાજકોટના ચકચારી હનીટ્રીપના ગુન્હામાં આરોપીઓના જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગોંડલના શેમળા ગામે રહેતા ખેડૂત મગનભાઇ ધનાભાઇ રાંક,ને હનીટ્રીપમાં ફસવવાનો પ્રયાસ કરી રૂ. ૧૦ લાખ પડાવવાનો કારસો રચવાના ગુન્હામાં પકડાયેલ આરોપી રણજીત ઉર્ફે રાણો ભીખુભાઇ ચાવડા, તથા રણજીત ચનાભાઇ ગુજરાતી કે જેઓ આ ગુન્હાના કામમાં ધરપકડ કરેલ ફરીયાદની હકીકત એવી છે કે શેમળા ગામના મગનભાઇ રાંકને રણજીતભાઇ ગુજરાતીની વાડીએ બોલાવી ફરીયાદીને દોરડેથી બાંધી પ્લાસ્ટીકના ધોકા વડે તેમજ મુંઢમાર મારી ગાળો આપી રૂ. ૧૦ લાખ માંગતા હોય તેવી મજબુરીથી કબુલાત કરાવી અને બળાત્કારના ખોટા ગુન્હામાં ફીટ કરવાની ધમકી આપી અસહય માર મારી મોતના ભયને કારણે બળજબરીથી સ્ટેમ્પ પેપરમાં ખોટા લખાણમાં ફરીયાદના અંગુઠા મરાવી લખાણ લખાવી લીધેલ હોય અને એકબીજાની મદદગારી કરી હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી સબબની ફરીયાદ આજી.ડેમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ નોંધાવેલ.

આ ફરિયાદના અનુસંધાને ઉપરોકત અરજદાર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ. આ કામમાં આરોપીઓએ તેમના એડવોકેટ મનીષ એચ. ખખ્ખર મારફત રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ આ જામીન અરજી દાખલ કરેલ આ જામીન અરજીના અનુસંધાને તેમના એડવોકેટએ જુદી જુદી હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ કે ફરીયાદીએ ખોટી રીતે આરોપીને ખોટા ગુન્હામાં સંડોવાયેલ છે. ફરિયાદમાં દર્શાવેલ કોઇ બનાવ બનેલ નથી. આ સંજોગોમાં હાલના અરજદાર આરોપીઓને જામીન ઉપર મુકત કરવા જોઇએ.

ઉપરોકત દલીલોને ધ્યાનમાં લઇ આ કામમાં આરોપીઓ રણજીત ચનાભાઇ ગુજરાતી, રણજીત ઉર્ફે રાણો ભીખુભાઇ ચાવડાને રાજકોટની સેસન્સ કોર્ટએ જામની ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કામમાં ઉપરોકત આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખર, અલય એમ.ખખ્ખર, કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા, સુરેશભાઇ પંડ્યા તથા આસીસટન્ટ તરીકે ધર્મેશ જે. ખીમસુરીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા રોકાયેલ હતા.

(3:28 pm IST)