Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

રાજકોટ જીલ્લામાં મગફળી ખરીદી પૂરી થવામાં : ૮૭ હજાર ખેડૂતોને મેસેજ મોકલાયા : કુલ ૧૪ લાખ ગુણીની ખરીદી : ૧૩૦ કરોડનું ચુકવણું

હજુ ૯ હજાર મેસેજ બાકી : પ૦ કરોડનું ચુકવણું બાકી : ૩ થી ૪ તાલુકા-કેન્દ્રો ઉપર ખરીદી પુરી

રાજકોટ, તા. ૪ :  રાજકોટ જીલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બરડાના માર્ગદર્શન હેઠળ શહેર જીલ્લાના કુલ એક ડઝનથી વધુ કેન્દ્રો ઉપર પુરવઠા નિગમના મામલતદાર સખીયા અને ટીમો દ્વારા મગફળી ખરીદી ચાલી રહી છે.

આજે સવારે ''અકિલા'' સાથેની વાતચીતમાં મામલતદાર શ્રી સખીયાએ જણાવ્યું હતું કે મગફળી ખરીદી પુરી થવામાં છે, લગભગ ૮ દિવસમાં ખરીદી પુર્ણ થઇ જશે, કુલ ૮૭ હજાર ખેડૂતોને મગફળી વેચવા અંગે મેસેજ મોકલાયા છે, હજુ ૯ હજાર જેટલા મેસેજ મોકલવાના બાકી છે. તેમણે જણાવેલ કે ૩ થી ૪ કેન્દ્રો ઉપર ખખરીદી  પૂર્ણ થઇ છે, બાકીના બધા કેન્દ્રો ઉપર ખરીદી ચાલુ છે.

શ્રી સખીયાએ ઉમેયુ હતું કે આજ સુધીમાં કુલ ૧૩ાા થી ૧૪ લાખ ગુણી મગફળીની ખરીદી થઇ છે. રર હજાર ખેડૂતો વેચવા આવ્યા હતા. અત્યાર સુધીમાં ૧૩૦ કરોડનું ચુકવણું થયું છે, ૭ હજાર ખેડૂતોને નાણા એટલે કે ૪૦થી પ૦ કરોડ જેવી રકમ ચુકવવાની બાકી છે.

તેમણે જણાવેલ કે ઠંડી વધુ છે, તેની પણ મગફળી ખરીદી ઉપર અસર થઇ છે, ખેડૂતો બહુ મોડા આવતા હોય છે. આપણા જીલ્લામાં કુલ ૯૭ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું હતું.

(12:54 pm IST)