Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જંકશન રોડ પર એમપીના પવનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૪: જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર આશાપુરા હોટેલ સામેથી ગઇકાલે સાંજે અજાણ્યો આશરે ૩૦ વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવતાં સારવાર માટે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ યુવાન બિમાર હોય તેવો જણાતો હતો. તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં પ્ર.નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને હિરેનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં મૃતક યુવાન મુળ મધ્યપ્રદેશના ઓૈરંગાબાદનો પવન આહિરવાલ હોવાનું જાણવા મળ્યું છે. તેના વાલીવારસને જાણ કરવામાં આવી છે. ઘણા સમયથી આ યુવાન જંકશન રોડની ફૂટપાથ પર રહી મજૂરી કરતો હતો. બિમારીથી મોત થયાનું સામે આવ્યું હતું.

(11:45 am IST)