Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

રાજકોટના બુટલેગર પ્રિયાંક ઉર્ફે કાળુ મહેતાને પાસામાં ધકેલતી રૂરલ પોલીસ

રૂરલ એલસીબીએ દબોચી લઇ અમદાવાદ જેલમાં ધકેલી દીધો

તસ્વીરમાં નીચે બેઠેલ બુટલેગર સાતે રૂરલ એલસીબીનો કાફલો નજરે પડે છે

રાજકોટ તા ૪  : પડધરી પંથકમાં દારૂની હેરાફેરી કરનાર રાજકોટના બુટલેગરને રૂરલ પોલીસે પાસા તળે જેલમાં ધકેલી દિધો હતો.

જીલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહન તરફથી પડધરી પો.સ્ટે. વિસ્તારના પ્રોશી. બુટલેગર પ્રિયાંક ઉર્ફે કાળુ વિનોદભાઇ મહેતા, જાતે બ્રાહ્મણ રહે. નાના મોૈવા ચોક ચાર માળીયા કવાર્ટર, બીજા માળે રાજકોટ વાળાનું પાસાનું વોરંટ ઇસ્યુ કરતા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ એલસીબીના પો. ઇન્સ. એમ.એન. રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે મજકુરને રાજકોટ શહેર ખાતેથી પકડી પાસા વોરંટ બજવણી કરી પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

આ કામગીરીમાં એલ.સી.બી. ના   પો.ઇન્સ.એમ.એન.રાણા અને પો.હેડ કોન્સ. મહેશભાઇ જાની, પો.હે.કો. બ્રિજરાજસિંહ જાડેજા, પો.હે.કો. તેજસભાઇ મહીધરીયા, પો.કો. મયુરસિંહ જાડેજા તથા પો.કો. રસીકભાઇ જમોડ રોકાયા હતા.

(11:45 am IST)