Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

શહેરમાં ૧ જાન્યુઆરીએ ૧૮પ બાળકોનો જન્મઃ દિકરીઓનું પ્રમાણ ઓછુ

ગત વર્ષ ર૦૧૯ માં ૩૪,પ૦૧ બાળકોનો જન્મ થયેલ જેમાં ૧૮ હજાર છોકરા અને ૧પ હજાર છોકરીઓ જન્મી હતીઃ સૌથી વધુ બાળકો સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બરમાં જન્મ્યા હતા

રાજકોટ તા. ૩ :.. વિશ્વભરમાં ભારત દેશમાં ૧ લી જાન્યુઆરી ર૦ર૦ નાં દિવસે સૌથી વધુ ૬૭૦૦૦ બાળકોનો જન્મ થયાનો રેકોર્ડ નોંધાયો છે. તેમાં રાજકોટ શહેરમાં પણ ૧ લી જાન્યુઆરી  ૧૮પ બાળકોનાં જન્મ થયાની નોંધનો સમાવેશ છે.

બાળકોના કલ્યાણ માટે કામ કરતી સંયુકત રાષ્ટ્રની સંસ્થા યુનિસેફના જણાવ્યા પ્રમાણે નવા વર્ષે એટલે કે ર૦ર૦ ના પ્રથમ દિવસે સમગ્ર વિશ્વમાં ૩,૮૬,૦૦૦ બાળકોએ જન્મ લીધો. જેમાં ભારતનું સ્થાન પહેલું છે.  ભારતમાં ૧ લી જાન્યુઆરીના રોજ ૬૮૦૦૦ બાળકોનો જન્મ થયો હતો.

દરમિયાન રાજકોટ શહેરમાં નવા વર્ષ ર૦ર૦ના પ્રથમ દિવસે એટલે કે ૧ લી જાન્યુઆરીએ જન્મેલા બાળકોની નોંધ અંગે મ્યુ. કોર્પોરેશનનાં જન્મ નોંધ વિભાગનાં સત્તાવાર આંકડાઓ મુજબ આ દિવસે કુલ ૧૮પ બાળકોનો જન્મ થયો હતો. જેમાં ૪ર છોકરા અને ર૯ છોકરીઓનો સમાવેશ થાય છે. આમ દિકરીઓનાં જન્મનું પ્રમાણ હજુ પણ ઓછુ હોવાનું નોંધાયું છે.

જન્મ નોંધની વિગતો મુજબ ગત વર્ષે એટલે કે વર્ષ ર૦૧૯ માં કુલ ૩૪પ૦૧ બાળકોનો જન્મ થયો હતો જેમાં ૧૮,પ૪૮ દિકરાઓ અને ૧પ,૯પ૩ દિકરીઓ જન્મ થઇ હતી. એટલે કે છોકરાના જન્મ સામે છોકરીઓનાં જન્મનું પ્રમાણ ગત વર્ષે પણ ઓછુ નોંધાયેલ.

ગત વર્ષે સૌથી વધુ ૧૭૮૪ બાબતે સપ્ટેમ્બરમાં જન્મ્યા હતાં. અને ઓકટોબરમાં ૧૭૩૮ ત્થા નવેમ્બરમાં ૧૭ર૮ બાળકો જન્મ્ય હતો. આમ ઉપરોકત ત્રણ મહીનામાં બાળકોનાં જન્મનું પ્રમાણ વધુ રહ્યુ હતું.

(4:05 pm IST)