Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

બૌધ્ધ ધમ્મ સંઘ દ્વારા તેજસ્વી છાત્ર-છાત્રાઓનું સન્માન

રાજકોટ :. અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત તેજસ્વીતા સન્માન સમારોહ તાજેતરમાં મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી  હોલ ખાતે યોજવામાં આવેલ. જેમાં મુખ્ય અતિથીઓ આયુ. ભન્તે દેવાનંદ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ ગુજરાતના ધમ્મ પ્રચારક, આયુ. કે. એલ. સોલંકી જોઇન્ટ કમિશ્નર ઇન્કમટેક્ષ આયુ.ડો. એસ. પી. શર્મા, પૂર્વ પ્રોફેસર અધ્યક્ષ હિન્દી ભવન સૌ. યુનિ. આયુ. એ. એસ. પરમાર જેલર, આયુ. બી. એમ. પરમાર, નિવૃત પી. આઇ. કેશોદ, આયુ. ચંદુભાઇ રાવોલીયા સમાજ અગ્રણી, અનિલભાઇ રાવોલીયા, સમાજ અગ્રણી કેશોદ આયુ. રાજકુમારસિંહ સંકલ્પ ભૂમિ સંપાદક, વડોદરા, આયુ. અલ્કેશભાઇ ચાવડા સમાજ અગ્રણી આયુ. મનુભાઇ ધાંધલ સમાજ અગ્રણી આયુ. નરેન્દ્રભાઇ રાવોલીયા, સમાજ અગ્રણી કેશોદ કે. એસ. મુછડીયા, નિવૃત પી. એસ. આઇ. કેશોદ, આયુ. હેમતભાઇ મયાત્રા, સમાજ અગ્રણી આયુ. અશોકભાઇ વાળા, સમાજ અગ્રણી ઉપસ્થિત રહેલ. કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટય ત્રિશરણ અને પંચશીલ દ્વારા ભન્તે દેવાન્દના હસ્તે કરવામાં આવેલ. મકવાણા દિવ્યા બીજલભાઇએ ડો. બાબા આંબેડકરજીનું ક્રાંતિકારી ગીત જય જય ભીમ રજૂ કરેલ. ત્યારબાદ ડો. બાબાસાહેબ ન હોત તો, તે વિષય પર બેસ્ટ સ્પીચ આપી હતી. એ ચાવડા દેવાગીએ પિતા વિષય પર પ્રવચન આપેલ.  બાદમાં વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું જેનો ર૦૦ થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે સમુહ ભોજન રાખેલ. સમગ્ર આયોજકો આયુ. ગૌતમ એસ. ચક્રવતી, આયુ. મકવાણા શાન્તાબેન પી. આયુ. દેવશીભાઇ દાફડા, બીજલભાઇ મકવાણા, લલીતભાઇ ડાંગર, રમેશભાઇ ચાવડા, તુલસીભાઇ મકવાણા, નરેન્દ્રભાઇ ચાવડા, પ્રેમજીભાઇ ચંદ્રપાલ, નરેશભાઇ દવેરા, રમેશભાઇ ડૈયા, સોનલબેન, રાજીબેન સીંધવ, લક્ષ્મીબેન ડાંગર, શ્યામ સોલંકી, ડો. વિજયભાઇ ભજગોતર, તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન નરેન્દ્ર પ્રિદર્શીએ કરેલું હતું.

(4:05 pm IST)